હાંસોટ: વરસાદી પાણી ભરાતા NDRF ટીમ સહિત સ્ટાફ રખાયો સ્ટેન્ડબાય

New Update
હાંસોટ: વરસાદી પાણી ભરાતા NDRF ટીમ સહિત સ્ટાફ રખાયો સ્ટેન્ડબાય

હાંસોટ તાલુકામાં ગઈ કાલે ખાબકેલા ૧૯૯મીંમી વરસાદના પગલે કેટલાંક ગામોમાં પાણી ભરાતાં પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે NDRF ની ટીમને હાંસોટ ખાતે સ્ટેન્ડ બાય કરવામાં આવી.

હાંસોટ તાલુકામાં ગઈ કાલે ખાબકેલા 199 મિમી વરસાદ ને પગલે આસરમા, બાલોટા, સુણેવ, સાહોલ, ઓભા, ઈલાવ ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. તેના પગલે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે કોઈપણ જાનહાની થવા પામી નથી અને જો પરિસ્થિતિ વિકટ બને અને કોઈ મોટી સમસ્યા ઉભી થાય તેને પહોંચી વળવા માટે NDRF ની ટીમ ને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને ગઈ કાલની પરિસ્થિતિ ને લઈ નવ નિયુક્ત નાયબ કલેકટર પી. એલ. વિથાણી ગઈ કાલથી હાંસોટ ખાતે સ્ટેન્ડ બાય રહ્યા છે અને તેમના દ્વારા મામલતદાર કચેરી ના સ્ટાફ, તાલુકા પંચાયત કચેરી ના સ્ટાફ તથા સંલગ્નન સરકારી સ્ટાફ ને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે.

Latest Stories