હાંસોટના અગ્રણી શાબીર કાનુગા પર ખાનગી ફાયરિંગ થતા મોત

New Update
હાંસોટના અગ્રણી શાબીર કાનુગા પર ખાનગી ફાયરિંગ થતા મોત

હાંસોટ ખાતે એકજ કોમના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી, જેમાં ખાનગી ફાયરિંગ થતા શાબીર કાનુગાને માથાના ભાગે ગોળી વાગી હતી, અને તેઓનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળતી માહિતી અનુસાર હાંસોટ બજારમાં શાબીર કાનુગા અને પપ્પુ ખોખરના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો, અને જોત જોતામાં આ મામલો હિંસક બની ગયો હતો.

જૂથ અથડામણમાં પપ્પુ ખોખરના પુત્રએ ખાનગી ફાયરિંગ કરતા શાબીરને માથાના ભાગે ગોળી વાગી હતી. તેઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે અંકલેશ્વરની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.પરંતુ ધનિષ્ટ સારવાર દરમિયાન તેઓએ અંતિમ શ્વાસ લીધા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

ઘટનાને પગલે હાંસોટનું વાતાવરણ તંગ બની જતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસે પેટ્રોલિંગ પણ શરૂ કરી દીધું હોવાનું જાણવા મળ્યુ છે.

Latest Stories