હાંસોટના દંત્રાઇ તથા પંડવાઇ ખાતે મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે થયું વૃક્ષારોપણ

New Update
હાંસોટના દંત્રાઇ તથા પંડવાઇ ખાતે મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે થયું વૃક્ષારોપણ

હાંસોટ તાલુકાના દંત્રાઇ ખાતે હનુમાન ટેકરી મંદિર અને સુગર ફેકટરી પંડવાઇ ખાતે આજરોજ સહકાર અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન પટેલ, ઉપપ્રમુખ પીરુમિસ્ત્રી, કારોબારી ચેરમેન હર્ષદ પટેલ તથા સામાજિક વનીકરણ વિભાગ વિસ્તરણ ભરૂચ, અંકલેશ્વર, હાંસોટના આર.એફ.ઓ. જે.પી.ગોહિલ, ફોરેસ્ટર અધિકારી ડી.વી.ડામોર, પી.એન.પટેલ તથા એમ.એમ.ગોહિલ તથા હાંસોટ તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી દ્વારા સજોદ, હરીપુરા, દન્ત્રાઈ, સિસોદરા અને પંડવાઈ ગામ ખાતે વ્રુક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પર્યવરણની જાળવણીના હેતુસર વ્રુક્ષારોપાણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકાના આગેવાનોએ મંત્રી ઇશ્વરસિંહ પટેલ સાથે ખેતીને લગતી તથા ચોમાસા દરમિયાન ગટર તથા ગામડાના રસ્તાઓ વિષે ચર્ચા વિચારણા કરી તેને યોગ્ય નિકાલ લાવવા માટે રજૂઆત કરી હતી.

Latest Stories