હિમાચલ પ્રદેશનાં સીએમ તરીકે જયરામ ઠાકુરે શપથ ગ્રહણ કર્યા

New Update
હિમાચલ પ્રદેશનાં સીએમ તરીકે જયરામ ઠાકુરે શપથ ગ્રહણ કર્યા

હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાનાં ઐતિહાસિક રિજ મેદાનમાં જયરામ ઠાકુરે મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે 11 ધારાસભ્યોએ પણ મંત્રીપદનાં શપથ લીધા હતા.

જયરામ ઠાકુર ધૂમલ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. 2007 થી 2009 સુધી ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ પણ રહ્યા હતા. 2013માં મંડીની લોકસભા પેટાચૂંટણીમાં હાર થઇ હતી. આ રાજપૂત નેતા છે, 1998માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.

જ્યારે ડો. રાજીવ સૈજલ, ગોવિંદ સિંહ, વિક્રમસિંહ ઠાકુર, વિરેન્દ્ર કંવરે, વિપિન પરમારે, ડો. રામલાલ માર્કેડા, સરવીણ ચૌધરી, અનિલ શર્મા, સુરેશ ભારદ્વાજ, કિશન કપૂર, મહેન્દ્રસિંહ ઠાકુરે મંત્રી તરીકેનાં શપથ ગ્રહણ કર્યા હતા.

Latest Stories