હું મુખ્યમંત્રી બનવાનો નથી અા તો માત્ર મતોનાં ધ્રુવિકરણ માટે વાતો વહેતી કરી,અહમદ પટેલ

હું મુખ્યમંત્રી બનવાનો નથી અા તો માત્ર મતોનાં  ધ્રુવિકરણ માટે વાતો વહેતી કરી,અહમદ પટેલ
New Update

વડોદરા જિલ્લાનાં કરજણ તાલુકાનાં વલણ ગામમાં યોજાયેલી કોંગ્રેસની વિશાળ જાહેર સભામાં ભાજપને અાડે હાથે લેતા ફિલ્મ સ્ટાર રાજ બબ્બરે પોતાનાં સંબોધનમાં જણાવ્યુ હતુ કે વિકાસનાં બણગા ફુંકતી ભાજપ સરકારનાં રાજમાં માત્ર ઉદ્યોગપતિઓનો વિકાસ થયો છે. ગુજરાતના 31 લાખ યુવાનો બેકાર છે. દરેક સંપ્રદાયના યુવાનો બેરોજગાર છે. મોદી કહે છે કે હું ગુજરાતનો પુત્ર છું તો મારા પ્રશ્નનો જવાબ અાપે જયારે 14 પાટીદારના છોકરાઓને ગોળીએ દીધા તે શું ગુજરાતના પુત્રો ન હતા ? ઉનાના દલિતોને માર્યા તે શું ગુજરાતના પુત્રો ન હતા ? હવે જયારે ચૂંટણી અાવી ત્યારે પાકિસ્તાન યાદ અાવ્યું ભેટ સોગાદો તો તમે અાદાન પ્રદાન કરીને અાવ્યા. 22 વર્ષમાં ગુજરાતને શું મળ્યું ? માત્ર વાઇબ્રન્ટ સમિટના નામે તાયફા જ કર્યા છે.

જ્યારે રાજયસભનાં સાંસદ અહમદ પટેલે હાજર જનમેદનીને સંબોધતા જણાવ્યુ હતુ કે અા વખતે ગુજરાતમાં કોંગ્રેસની બહુમતિ અાવવાની છે. હવે જયારે ભાજપ પરાજય તરફ જઇ રહ્યું છે ત્યારે રઘવાયું બન્યું છે. ભાજપનો પરાજય નક્કી છે. ભાજપ માત્ર પોતાને જ દેશ ભક્ત માને છે. અન્ય કોઇને માનતા નથી દેશ માટે શહાદત કોંગ્રેસે અાપી છે. ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, બિયતસિંઘે કુરબાની અાપી છે. હું મુખ્યમંત્રી બનવાનો નથી અા તો માત્ર મતોના ધ્રુવિકરણ માટે વાતો વહેતી કરવામાં અાવી છે.

નામ લીધા વિના કહ્યું હતું જે જયારે રાજકારણમાં હજુ પા પા પગલી પણ ભરી ન હતી ત્યારે અમે ભરૂચ - અંકલેશ્વરને ગેસ અાપવાનું કામ કર્યું હતું. દેશના કિસાનોને પોષણક્ષમ ભાવો મળતા નથી. મોદી અાંતરરાષ્ટ્રીય કલાકાર છે. ગુજરાતને બરબાદ કર્યુ છે. યુ પી એ સરકારના શાસનમાં ભરૂચનો કેબલ બ્રિજ મંજુર થયો હતો. ભાજપને તૈયાર ભાણે જમવાની અાદત પડી ગઇ છે. હા ગોલ્ડન બ્રિજ અાનંદીબેન પટેલે બનાવ્યો એ ક્રેડિટ અાપવી પડે. સુરજનો પ્રકાશ દેખાતો ન હોય તો વાંક કોનો ?

#ભરૂચ #Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article