૧૦૦ ટકા સૌરઉર્જાથી ચાલતું પ્રથમ સિટી બની રહ્યું છે દીવ શહેર

New Update
૧૦૦ ટકા સૌરઉર્જાથી ચાલતું પ્રથમ સિટી બની રહ્યું છે દીવ શહેર
  • દિવસમાં ૭ મેગાવોટ વીજળીની માગ રહેતી હોય છે. જેની સામે સૌરઉર્જાના ત્રણ પ્લાન્ટની મદદથી કુલ ૧૦.૨૭ મેગાવોટ સૌર ઉર્જા ઉત્પન થઇ રહી છે.

માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના જ નહીં પરંતુ દેશ વિદેશના ટુરિસ્ટોમાં પ્રખ્યાત બની ગયેલું કેન્દ્રશાસિત પ્રદેશમાં ગણાતું એવું દીવ શહેર ૧૦૦ ટકા સૌરઉર્જાથી ચાલતું પ્રથમ સિટી બની રહ્યું છે. ૫૦ એકર જમીનમાં દૈનિક ૯ મેગાવોટ અને દીવની ૧૧૭ બીલ્ડિંગની છત પર સોલાર રૂફટોપના માધ્યમથી ૧.૨૭ મેગાવોટ વીજળી ઉત્પન થઇ શકે તેવી હાઇટેક વ્યવસ્થા ઉભી કરવામાં આવતા સ્માર્ટ સિટી દીવને હવે વીજ પૂરવઠા માટે કોઇ પર નિર્ભર રહેવું નહીં પડે.

ઉલ્લેખનીય છે કે, દીવની ૫૦ હજારની વસ્તી સામે હાલ દિવસમાં ૭ મેગાવોટ વીજળીની જરૂરિયાત રહે છે તેની સામે દીવના વીજવિભાગ દ્વારા રોજ ૧૦.૨૭ મેગાવોટ વીજળી ઉત્પન થઇ શકે તેવી અલાયદી વ્યવસ્થા ઉભી કરાતા હાલ દીવ વીજળીની બાબતમાં સરપ્લસ બન્યું છે.

દીવમાં દિવસની વીજળીની સંપૂર્ણ માગ સૌર આધારિત વીજળીથી સંતોષાઇ છે ત્યારે હવે આગામી દિવસોમાં દીવમાં રાત્રીની વીજમાગ પણ વિન્ડ એનર્જી પ્રોજેક્ટ દ્વારા પુરી થાય તે માટે ૭ મેગાવોટના એક વિન્ડ પ્રોજેક્ટની તૈયાર પુરજોશમાં ચાલી રહી છે. આ પ્રોજેક્ટ માટે દમણથી કામગીરી થઇ રહી છે. એપ્રુવલ અને અન્ય બાબતો માટે આ પ્રોજ્કટની ફાઇલ ચેન્નઇ સ્થિત ઇન્સ્ટીટયૂટ ઓફ વિન્ડ એનર્જી પાસે મુકાઇ છે. આ વર્ષના અંત સુધીમાં અથવા તો આવતા વર્ષમાં આ વિન્ડ પ્રોજેક્ટ પણ શરૂ થઇ જશે તેવો વિશ્વાસ અધિકારીઓ દ્વારા વ્યક્ત કરાયો હતો.

  • દીવમાં ૭ મેગાવોટની જરૂરિયાત સામે ૧૦.૨૭ મેગાવોટ ઉત્પાદન

હરવા ફરવાના શોખીનો માટે સ્વર્ગ ગણાતું દીવ બારેમાસ ટુરિસ્ટોથી ભરચક્ક રહે છે. એક અંદાજ મુજબ દીવની ૫૦ હજાર લોકોની વસ્તી સામે ત્યાં દિવસમાં ૭ મેગાવોટ વીજળીની માગ રહેતી હોય છે. જેની સામે સૌરઉર્જાના ત્રણ પ્લાન્ટની મદદથી કુલ ૧૦.૨૭ મેગાવોટ સૌર ઉર્જા ઉત્પન થઇ રહી હોવાથી દીવ વીજળી બાબતે સરપ્લસ બની ગયું છે.

અત્રે નોંધવું રહ્યું કે, આ પ્રોજેક્ટ પરથી બૌધપાઠ લઇને અન્ય નાના શહેરો-ગામડાઓએ પણ આ પ્રકારના પ્રોજેક્ટ અમલમાં મુકીને સૌરઉર્જા આધિરીત વીજળી પ્રાપ્ત કરવી જોઇએ જેથી લોકોએ ઇલેકટ્રિક આધારિત વીજળીના મૌતાજ ન રહેવું પડે.

Latest Stories