New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/23.jpg)
“ક્લીન ગુજરાત, ગ્રીન ગુજરાત”ની ઉક્તિને સાકાર કરવા માટે રાજ્યના વન વિભાગ દ્વારા સ્વૈચ્છીક સંસ્થાઓના સહકારથી વ્યાપક સ્તરે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા ગામની પ્રાથમિક શાળા ખાતે રેઇન કોટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે વિધ્યાર્થીઓ પોતાના ઘર અને ખેતરમાં ઉછેરવા માટે વૃક્ષોના રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેંટ અમિતા કોઠારી, સેક્રેટરી સુનિલ નાડકરણી, પ્રોજેકટ ચેરમેન ગજેન્દ્ર પટેલ, રોટેરિયન જીતેન્દ્ર કોઠારી, નિધિ પારીક, સુરેખા ગોડબોલે તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવારે વૃક્ષોનું વાવેતર કરી તેના જતનનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
Latest Stories