New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-1.jpg)
અંકલેશ્વર નગર પાલિકાનાં ત્રીજા તબક્કાનાં સેવા સેતુ કાર્યક્રમનો સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો.
લોકોનાં પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય તે હેતુ થી રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વર નગર પાલિકાનાં ત્રીજા તબક્કાનાં સેવા સેતુનો કાર્યક્રમ ભરૃચી નાકા પાસે આવેલ રમણ મુળજી હોલ ખાતે સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો.
આ પ્રસંગે નગર પાલિકાના પ્રમુખ મીનાબહેન પટેલ, કારોબારી ચેરમેન સંદિપ પટેલ તેમજ વિવિધ વિભાગોનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.