/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/maxresdefault-16.jpg)
અંકલેશ્વર જીઆઇડીસી ના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે અનુરાધા પૌડવાલના લાઈવ કોન્સર્ટ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ભક્તિ ગીત ફિલ્મી ગીતો થકી સંગીતપ્રેમીઓ એ નિર્દોષ મનોરંજનનો લુપ્ત ઉઠાવ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસી ના ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે રામુભાઇ ભરવાડ દ્વારા હિન્દી સિનેજગતની ખ્યાત નામ ગાયિકા અનુરાધા પૌડવાલ ના લાઈવ કોન્સર્ટ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.દેશ વિદેશમાં વિખ્યાત સુર સામ્રાજ્ઞિ અનુરાધા પૌડવાલ દ્વારા 1990 ના દાયકા થી લઈને નવા ફિલ્મી ગીતોની સુરાવલી સાથે ભજનોની રમઝટ પણ બોલવવામાં આવી હતી.
સુર સામ્રાજ્ઞિ અનુરાધા પૌડવાલ દ્વારા ઠંડીના ચમકારા સાથે મન મેરા મંદિર શિવ મેરી પૂજા,ધીરે ધીરે સે મેરી જીંદગી મે આના,નજર કે સામને જીગર કે પાસ,જીયે તો જીયે કેસે બીન આપ કે,મારા ઘટમા બિરાજતા શ્રીનાથજી યમનાજી,બહોત પ્યાર કરતે હે તુમકો સનમ,ચંદન સા બદન ચંચલ ચિતવન સહિત ના ગીતોની સુરાવલી રેલાવી ને સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધુ હતુ.
સંગીતપ્રેમી ઓ એ પણ કાર્યક્રમ ને મનભરીને માણ્યો હતો અને અનુરાધા પૌડવાલના કાર્યક્રમ ના આયોજન બદલ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમ માં એક સાથે મોટી સંખ્યામાં શ્રોતાઓએ કેન્ડલ પ્રગટાવીને દેશ ભક્તિનું ગાન પણ કર્યુ હતુ.