Connect Gujarat
ગુજરાત

અરવલ્લી:સરકારે લીધો નિર્ણય: ટૂંક સમયમાં તળિયા ઝાટક તળાવને ભરવા હાથધરાશે કામગીરી

અરવલ્લી:સરકારે લીધો નિર્ણય: ટૂંક સમયમાં તળિયા ઝાટક તળાવને ભરવા હાથધરાશે કામગીરી
X

પુરવઠા મંત્રી પરબપત પટેલ દ્વારા ટૂંક સમયમાં તળિયા ઝાટક તળાવોને ભરવાની કામગીરી હાથ ધરાશે

સરકારના આ નિર્ણયને ધવલસિંહ ઝાલાએ આવકાર્યો

ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્ય સરકારને રજૂઆત કરતાં તેમના હકારાત્મક જવાબ મળ્યો હોવાની વાત કરી

અરવલ્લી જિલ્લાના બાયડ તેમજ માલપુર તાલુકામાં તળિયા ઝાટક તળાવને ભરવા ટૂંક સમયમાં કામગીરી હાથ ધરાશે. બાયડના ધારાસભ્યની ધારદાર રજૂઆતને પગલે સરકારે નિર્ણય લીધો છે.

ચાલુ વર્ષે કાળઝાળ ગરમીને કારણે જિલ્લાના તળાવો તેમજ નદીઓ તળિયા ઝાટક થઇ છે ત્યારે ઢોર ઢાંખર તેમજ સિંચાઈ માટે ખેડૂતો તેમજ પશુપાલકોને પાણી મળી રહે તે હેતુથી બાયડના ધારાસભ્ય ધવલસિંહના પ્રયાસો રંગ લાવ્યા હોય તેવું લાગી રહ્યું છે. બાયડ તેમજ માલપુર તાલુકાના અનેક ગામોના તળાવો સૂકાઈ ગયા હતા. જેને ભરવા માટે કેટલાય સમયથી ધારાસભ્યએ રજૂઆત કરી હતી અને આ સમગ્ર મામલે ધવલસિંહ ઝાલાએ મંત્રી પરબત પટેલની સાથે વાતચીત કરતા ખાલી થયેલા તળાવો ભરવા માટે નિર્ણય લેવાશે. ધવલસિંહ ઝાલાની વારંવાર રજૂઆતને પગલે પાણી પુરવઠા મંત્રી પરબપત પટેલ દ્વારા ટૂંક સમયમાં તળિયા ઝાટક તળાવોને ભરવાની કામગીરી હાથ ધરાશે. આ માટે સરકારના આ નિર્ણયને ધવલસિંહ ઝાલાએ આવકાર્યો છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજ્ય સરકારને રજૂઆત કરતાં તેમના હકારાત્મક જવાબ મળ્યો હોવાની વાત કરી છે.

Next Story