/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-97.jpg)
અરવલ્લી જિલ્લાના મોડાસામાં સપ્તાહના પ્રથમ દિવસે શહેરના મોટા ભાગના એટીએમ મિશનમાં કેશ ન હોવાને કારણે લોકોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો.
અરવલ્લી જિલ્લામાં બેંકની સુવિધાઓથી જનતાને હાલાકીઓ પડી રહી છે. તેવામાં સપ્તાહના પ્રથમ દિવસે મોડાસાના મોટા ભાગના એટીએમ મશિનમાં કેશ ન હોવાની બુમો પડી હતી. વહેલી સવારથી જ ખાતેદારો નાણાં લેવા માટે દરેક એટીએમમાં પહોંચ્યા પણ એટીએમમાં નાણાંનો અભાવ જોવા મળ્યો હતો.
મોડાસાના માલપુર રોડ, મેઘરજ રોડ, ચાર રસ્તા, બસ સ્ટેશન વિસ્તાર, તેમજ હજીરા રોડ વિસ્તારના મોટા ભાગના એટીએમ મશિન ક્યાંક બંધ તો ક્યાંક નાણા ન હોવાથી લોકોને હાલાકીઓ પડી રહી હતી, એટલું જ નહીં કેટલાક એટીએમ મશિનમાં તો બેલેન્સ પણ ન બતાવતા લોકોએ રોષનો ટોપલો બેંકના સત્તાધિશો પર ઠાલવ્યો હતો. શહેરના મોટા ભાગના એંશી ટકા જેટલા એટીએમ મશિનમાં કેશ ન હોવાને કારણે લોકોએ આમ તેમ ભટકવાનો વારો આવ્યો હોવાનું ખાતેદારોએ જણાવ્યું હતું.