New Update
રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીનો કાર્યક્રમ યોજાયો
શપથ ગ્રહણ સમારોહનું કરાયુ આયોજન
નવા પ્રમુખ તરીકે રમાકાંત બહુરૂપીની વરણી
રોટરી કલબના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત
રોટરી કલબ ઑફ ભરુચ નર્મદા નગરીના નવા પ્રમુખ તરીકે રમાકાંત બહુરુપિની વરણી કરવામાં આવી છે ત્યારે તેઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો રોટરી કલબ ઑફ ભરુચ નર્મદા નગરી માટે વર્ષ 2025-26 માટેના નવા પ્રમુખ તરીકે રોટેરિયન રમાકાંત બહુરુપિ અને સેક્રેટરી તરીકે રોટેરિયન ભાવિક ગણાત્રાની નિમણૂકના ઇન્સ્ટોલેશન સમારોહનું આયોજન હોટલ હાયાત પેલેસ ખાતે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં પાસ્ટ પ્રમુખ રોટેરિયન મૌનેશ પટેલે મહેમાનોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. મુખ્ય ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ઉપસ્થિત જિલ્લા ગવર્નર રોટેરિયન અમરદીપસિંહ બુનેટ અને ફર્સ્ટ લેડી કમલજીત કૌર બુનેતે નવા પ્રમુખ, સેક્રેટરી અને તમામ બોર્ડ મેમ્બર્સને શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરાગ શેઠ, પાસ્ટ પ્રમુખ પુનમ શેઠ, ધ્રુવ રાજા, પૂર્વ પ્રમુખ મૌનેશ પટેલ
સહિત રોટરી કલબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories