/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/Neither-are-children-weightlifters-nor-school-bags-load-containers-Backpacks-of-Indian-kids-have-gotten-so-heavy-that-a-law-needs-to-be-passed-to-limit-their-weight.jpg)
ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી એટલે કે સોમવારથી રાજ્યની 45 હજાર કરતાં વધુ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ 11 હજારથી વધુ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના કેમ્પસો સવા કરોડથી વધુ બાળકોના કિલ્લોથી ગૂંજી ઉઠશે.
ગત 6 મેથી રાજ્યની તમામ સ્કૂલોમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવ્યુ હતુ. જે રવિવારે પૂર્ણ થતા આજથી સ્કૂલો રાબેતા મુજબ શરૂ થશે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે.
ઉનાળુ વેકેશન પૂર્ણ થઈને આજથી શાળાઓનું નવુ સત્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. તેને લઇને શૈક્ષણિક વિભાગ તરફથી કેટલીક સૂચનો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેવાની વાત કહેવામાં આવી છે, તો બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે.
પ્રથમ સત્રમાં બાળકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસ અભ્યાસ કરાવવામાં આવશે. તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે. 13થી 15 જૂન દરમિયાન રાજ્યની શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે.