આજે દેશભરમાં ફરીથી ડોક્ટર્સની હડતાળ, ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ

New Update
આજે દેશભરમાં ફરીથી ડોક્ટર્સની હડતાળ, ઈમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ

દેશભરમાં ફરી એક વખત ડોક્ટર્સ હડતાળ પર છે. જેના કારણે દર્દીઓને સારવાર માટે ભટકવું પડશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કહેવા પર આશરે પાંચ લાખ ડોક્ટર્સ આજે હડતાળ પર ઉતર્યા છે. આમાં દિલ્હી મેડિકલ અસોસિએશન સાથે સંકળાયેલા 18,000 ડોક્ટર્સ સાથે એમ્સના ડોક્ટર્સ પણ હડતાળ પર ઉતર્યા છે. જેને કારણે દિલ્હીના સફદરજંગ, રામ મનોહર લોહિયા જેવી મોટી હોસ્પિટલ્સમાં ઓપીડી સેવાઓ બંધ રહેશે. જોકે, એમ્સની ઈમરજન્સી સેવા ચાલુ રહેશે તે સિવાયના અન્ય તમામ વિભાગો બંધ રહેશે.

(આઇએમએ)એ રવિવારે કહ્યું હતું કે તે પશ્ચિમ બંગાળમાં જૂનિયર ડોક્ટરો સાથે થયેલી હિંસાના વિરોધમાં સોમવારે હડતાળ પાડશે. આઇએમએએ કહ્યું હતું કે ઈમરજન્સી સેવાઓ અને ને બાદ કરીને તમામ પ્રકારની કામગીરી બંધ રહેશે. સફદરજંગના ડોક્ટર્સે જણાવ્યું કે ઈમરજન્સી વિભાગ, આઈસીયૂ વિભાગ અને પ્રસુતિ વિભાગ સહિતની તમામ ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.

Latest Stories