આણંદ:લોકસભાના ધર્મજ બુથ ઉપર યોજાયેલ પુનઃ મતદાનમાં એક જ નામ ધરાવતી બે મહિલા મતદારના નામથી સર્જાયો વિવાદ

New Update
આણંદ:લોકસભાના ધર્મજ બુથ ઉપર યોજાયેલ પુનઃ મતદાનમાં એક જ નામ ધરાવતી બે મહિલા મતદારના નામથી સર્જાયો વિવાદ

આણંદ લોકસભાના ધર્મજ બુથ ઉપર ચૂંટણી પંચ ઘ્વારા યોજાયું પુનઃ મતદાન. એક જ નામ ધરાવતી બે મહિલા મતદારના નામથી વિવાદ સર્જાયો હતો.

આણંદ સ્થિત ધર્મજના આ બુથ પર અગાઉ ૬૯.૪૬ ટકા મતદાન નોધાયું હતું અને આ મતદાનમાં ક્યાંક બોગસ મતદાન થયું હોવાના કારણે ૧૨ મેં ના રોજ ફરી મતદાન કરવાનો ચૂંટણી પંચ ઘ્વારા આદેશ કરાયો હતો, ત્યારે આજે વહેલી સવારથી જ મતદાનમાં મતદારો ફરી વાર મતદાન કરવા માટે ઉત્સાહભેર જોવા મળ્યા હતા. પરંતુ તંત્રની બેદરકારી પુનઃ એક વાર સામે આવી હતી. એક મહિલા જ્યારે વોટ આપવા આવ્યા ત્યારે મતદાન સહાય કેન્દ્ર પરથી તેમનું મતદાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું.

ત્યારે બેન ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું મતદાન કરવા પ્રથમ વખત આવી રહી છું તો મારા નામનો મત કોણ આપી ગયું. આ પ્રકારની ચર્ચાઓ ઉગ્ર બનતા ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ, અપક્ષ ઉમેદવાર અને કોંગ્રેસના આગેવાનો દ્વારા સામાન્ય હોબાળો માચાવવામાં આવ્યો હતો. આ મતદાર મહિલા સાથે ન્યાય થાય તેવી રજુઆત કરવામાં આવી હતી, ત્યારે તાપસ કરતા મતદાન સહાયતા કેન્દ્ર પર બે સરખા જ નામની મહિલા મતદાર હોવાના કારણે ભૂલ થઈ હોય તેમ દેખાઈ આવતા બીજી સરખા જ નામની મહિલાને મતદાન કરવાની મંજૂરી આપવામાં હતી. તેમજ આ ઘટનાની જાણ થતાં જ ઇલેક્શન ઓબ્સરવર પણ બુથ પર દોડી આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે આપ્રકારની ઘટનાઓના કારણે આખા બુથનું મતદાન પુનઃ કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રકારની ઘટના બનવી તે પણ એક મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

Latest Stories