New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/IMG-20190721-WA0001.jpg)
જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને જૂનાગઢ ડાયટના સહયોગથી રાજ્ય કક્ષાનો ઇકો કલબ શાળકીય પ્રવૃત્તિઓનો વર્કશોપ સાસણગીર ખાતે યોજાયો હતો.
જેમાં ડાયટ ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદના સુડી ગામની પ્રાથમિક શાળાએ પર્યાવરણ સંદર્ભે વિવિધ પ્રવૃત્તિઓ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્ધારા રજૂ કરી હતી.જેમાં કંમ્પોષ્ટ ખાડા,વોટર હરવેસ્ટિંગ,જૈવિક ખાતર,હેગિંગ ગાર્ડન જેવી અનેક બાબતો વિદ્યાર્થીઓ દ્ધારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ શિક્ષક રફીકભાઈ અભલીએ વર્ણવી હતી.જેને પગલે સુડી પ્રાથમિક શાળાની સમગ્ર રાજ્યમાં અનોખી નોંધ લેવાઈ હતી.