એે.મો.રે. સ્કુલ આહવાના ૧૦ વિદ્યાર્થીઓ નેશનલ સ્પોર્ટસ મીટ ભોપાલ ખાતે ભાગ લેશે
BY Connect Gujarat22 Nov 2019 11:07 AM GMT

X
Connect Gujarat22 Nov 2019 11:07 AM GMT
આદિજાતિ બાબતોનું મંત્રાલય સ્પોર્ટસ, ન્યુ દિલ્હી દ્વારા તા.૯/૧૨/૧૯ થી તા.૧૪/૧૨/૧૯ દરમિયાન નેશનલ સ્પોર્ટસ મીટ ભોપાલ (મધ્યપ્રદેશ) ખાતે ૨ જી ઈ. એમ.આર.એસ. નેશનલ સ્પોર્ટસ કોમ્પીટીશનનું આયોજન કરાયું છે. જેમાં ડાંગ જિલ્લાના આહવા ખાતે આવેલ એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ, આહવાના ૧૦ ખેલાડીઓ જુદી જુદી રમતોમાં ડાંગ(ગુજરાત રાજ્ય) તરફથી પ્રતિનિધિત્વ કરશે.
૧૦૦ મી.,૨૦૦મી.દોડ (અ.૧૯), સંજના, ગોળાફેંક (અ.૧૪), જીજ્ઞેશ, બોકસીંગ(અ.૧૪), શ્યામદાસ, ટેબલ ટેનીસ (અ.૧૪) હરેશ, ૪ X ૪૦૦ આરતી,લક્ષ્મી,પ્રિયાંશી (અ.૧૪), ૪ X ૪૦૦ મી.દોડ (અ.૧૪), રીનલ,૨૦૦ મી.દોડ(અ.૧૪)પ્રિયાંશી આ ખેલાડીઓ ઈ.એમ.આર.એસ.ની નેશનલ ગેમ્સ માટે ક્વોલીફાઈ થયેલ છે. જેઓને શાળા સંચાલક મંડળ તેમજ વહીવટી તંત્ર તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
Next Story