New Update
ભરૂચમાં કરવામાં આવ્યો પ્રારંભ
સામાજિક સેવાના હેતુથી પ્રારંભ કરાયો
ગરુડ સેના નામના પ્રકલ્પનો પ્રારંભ
રક્તદાન શિબિર સહિતના કાર્યક્રમો કરાશે
સેજલ દેસાઈ સહિતના આગેવાનો જોડાયા
ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી ગરુડ સેના નામના નવા પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે
ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી સામાજિક ક્ષેત્રે કાર્યરત સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ અને દાનુ ભરવાડની આગેવાનીમાં ગરુડ સેના નામની એક નવી સંસ્થાની રચના કરવામાં આવી છે. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ કલ્યાણના કાર્યો હાથ ધરવાનો છે.ગરુડ સેના દ્વારા ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવાભાવી પ્રવૃત્તિઓ જેવી કે જરૂરિયાતમંદોને મદદ, પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા અભિયાન, શિક્ષણ ક્ષેત્રે સહાય, આરોગ્ય જાગૃતિ અને અન્ય સામાજિક કાર્યો કરવામાં આવશે. આ પહેલ દ્વારા ભરૂચના નાગરિકોના સહયોગથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરાશે