કચ્છના ગાંધીધામમા સામે આવ્યુ મગફળી કૌભાંડ, કોંગ્રેસ અને ખેડૂત આગેવાનોએ કરી રેડ

New Update
કચ્છના ગાંધીધામમા સામે આવ્યુ મગફળી કૌભાંડ, કોંગ્રેસ અને ખેડૂત આગેવાનોએ કરી રેડ

સૌરાષ્ટ્ર કચ્છમા ફરી એક વાર કથિત મગફળી કૌભાંડ સામે આવ્યુ છે. સૌરાષ્ટ્ર વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલ કમાણી અને ગુજરાત કોંગ્રેસ કિસાન સંઘ દ્વારા કૌભાંડ બહાર પાડવામા આવ્યુ છે. ગાંધીધામના શાંતિ ગોડાઉનમા ટેકાના ભાવે 2017મા ખરીદ કરવામા આવેલ મગફળીનુ હાલ વહેંચાણ કરવામા આવી રહ્યુ છે.

ત્યારે વહેંચાણ દરમિયાન આ પ્રકારનુ કૌભાંડ સામે આવ્યુ છે. વિડીયો સામે આવ્યા છે તે વિડીયોમા પણ જોઈ શકાય છે કે મગફળીમા માટીના ઢેફા અને પથ્થર મળી આવ્યા છે. આમ, ફરી એક વાર મગફળી કૌભાંડ સામે આવ્યુ છે. સૌરાષ્ટ્રમા અત્યાર સુધીમા જેતપુરના પેઢલા ગામે, શાપર - વેરાવળ, ગોંડલ, જુનાગઢ અને રાજકોટમા મગફળી અને બારદાન કૌભાંડ સામે આવ્યુ હતુ. ત્યારે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા અતુલ કમાણીએ જણાવ્યુ હતુ કે વર્ષ 2017મા મગફળીની 950 રુપિયા આસપાસ ટેકાના ભાવે ખરીદી કરવામા આવી હતી.

ત્યારે બે વર્ષની પડતર, ગોડાઉન ભાડુ, ઉતરાઈ અને વાહનવ્યવહારનો ખર્ચ સહિત આજે મગફળી 1300 રુપિયાની પડતરે પડી છે. ત્યારે આજ મગફળી 840રુપિયામા વહેંચવામા આવી રહી છે. તો બિજી તરફ કોંગ્રેસ કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલિયાએ જણાવ્યુ હતુ કે 2017મા પરેશ ધાનાણીએ પણ જણાવ્યુ હતુ કે મગફળીમા 3000 કરોડનુ કૌભાંડ છે. ત્યારે હાલ એજ કૌભાંડ સામે આવ્યુ છે. તો આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે

Latest Stories