કચ્છ : ભચાઉમાં ધોળા દિવસે એક લાખ રૂપિયાની લૂંટ

New Update
કચ્છ : ભચાઉમાં ધોળા દિવસે એક લાખ રૂપિયાની લૂંટ

જૈન દેરાસરના મહેતાજી એસબીઆઈ બેન્ક માંથી 1 લાખ રૂપિયા ઉપાડીને દેરાસર તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ રેકી કરીને મહેતાજીના હાથમાંથી 1 લાખની રોકડ ભરેલો થેલો ઝુંટવી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જૈન દેરાસરના ટ્રસ્ટીઓ સ્થળ પર એકઠા થઇ ગયા હતા.બાદમાં પોલીસ મથકે જઈને ફરિયાદ નોંધાવવામાં આવી હતી. થેલો ઝુંટવીને ફરાર થઈ જતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે.પોલીસને ઘટનાની જાણ થતાં શહેરભરમાં નાકાબંધી કરવામાં આવી હતી..પરંતુ લૂંટારુઓ પોલીસને થાપ આપી નાસી છૂટ્યા હતા.આ અગાઉ પણ જૈન સાધ્વીજીનું ભચાઉમાં અકસ્માતે મોત થયું હતું. પરંતુ તેમાં પણ પોલીસને કોઈ કડી હાથ લાગી નથી ત્યારે જૈન દેરાસર પાસે 1 લાખની લૂંટ થતા શહેરમાં ચકચાર જાગી છે.

Latest Stories