કમાલ ખાન પર 'શિવાય'નો પ્લોટ લીક કરવાનો આરોપ, લેવાશે લીગલ એક્શન

New Update
કમાલ ખાન પર 'શિવાય'નો પ્લોટ લીક કરવાનો આરોપ, લેવાશે લીગલ એક્શન

ફિલ્મ વિવેચક કેઆરકે પર અજય દેવગનની ફિલ્મ 'શિવાય'નો પ્લોટ લીક કરવાનો આરોપ લાગ્યો છે. ફિલ્મ 28 ઓક્ટોમ્બરના દિવસે રીલિઝ કરવામાં આવી. પરંતુ કમાલ ખાને એક દિવસ પહેલાં જ ફિલ્મનો પ્લોટ લીક કરી દીધો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કેઆરકેએ આ ફિલ્મ દુબઇમાં જોઇ હતી. એવુ માનવામાં આવી રહ્યું છે કે તેમણે આ ફિલ્મને રેકોર્ડ કરી અને ત્યારબાદ તેનો ઓપનિંગ સીન પોસ્ટ કરી દીધો. તેટલુ જ નહી તેમણે ટ્વિટસની એક સીરીઝ દ્વારા ફિલ્મની આખી વાર્તા લીક કરી દીધી.

પોતાની પહેલી ટ્વિટ ડીલીટ કરીને કેઆકેએ લખ્યુ કે તેમણે કોઇ રેકોર્ડિંગ કર્યુ નથી અને માત્ર ટાઇટલનો જ ફોટો લીધો હતો.

ત્યારબાદ ફિલ્મના વિતરક રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા કેઆરકેના ટ્વિટના સ્ક્રીનશોટ પોસ્ટ કરવામાં આવ્યા હતા. કંપનીના સીઇઓએ જણાવ્યું કે કેઆરકે વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.