Top
Connect Gujarat

કરણ જોહર ક્રિકેટર વિરાટ કોહલીને લઈ ફિલ્મ બનાવે એવી શક્યતા

કરણ જોહર ક્રિકેટર વિરાટ કોહલીને લઈ ફિલ્મ બનાવે એવી શક્યતા
X

વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રા જેવા કલાકારો ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપનાર કરણ જોહરની નજર હવે એક ક્રિકેટર પર પડી છે. તાજેતરમાં કરણે આ ક્રિકેટરની રમતનાં નહીં પણ એના અભિનયની પ્રશંસા કરી હતી. આ ક્રિકેટર બીજું કોઈ નહીં પણ વિરાટ કોહલી છે.

થોડા સમય પહેલા વિરાટ કોહલીએ એની કહેવાતી ગર્લફ્રેન્ડ સાથે એક એડ ફિલ્મનું શુટિંગ કર્યું હતુ. આ એડના ફોટાથી બન્નેએ સગાઈ કરી હોય એવી પણ અફવા ઉડી હતી તો અનુષ્કાની સાથે વિરાટની એકટીંગની પણ નોંધ લેવામાં આવી. અને બન્નેના વખાણ કરવામાં આવ્યાં. અન્ય ફોલોઅરની સાથોસાથ નિર્માતા કરણ જોહરે પણ વિરાટને ઉમદા કલાકાર લેખાવ્યો.

કરણ જોહરે અનુષ્કા અને વિરાટની વાયરલ થયેલી એડને જોઈને ટ્વિટ કરતા કહ્યું હતું કે વિરાટ અદ્દભૂત કલાકાર છે. આ વાત પરથી ફિલ્મ પંડિતોનું માનવું છે કે કરણ જોહર વિરાટ અને અનુષ્કા સાથે ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા છે.

Next Story
Share it