અંકલેશ્વર : ભારત બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરારની મહોરથી ઉદ્યોગકારોમાં નવી આશાનું કિરણ ઉગ્યું,યુરોપ દેશો સાથે વેપાર વધવાની શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની હાજરીમાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થયા હતા.

New Update
  • ભારત અને બ્રિટન વચ્ચે FTA પર હસ્તાક્ષર

  • ઉદ્યોગકારોમાં નવી આશાનું કિરણ ઉગ્યું

  • 99 ટકા નિકાસ પર ટેરિફમાં મળશે રાહત 

  • યુરોપ દેશો સાથે વેપાર વૃદ્ધિની આશા

  • મંદીમાં રહેલા ઉદ્યોગો માટે પ્રાણવાયું સમાન ઘટના  

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થતાંજ  ઉદ્યોગકારોમાં નવો જોમ આવ્યો છે. કરારથી ભારતથી બ્રિટનમાં થતી 99 ટકા નિકાસ પર ટેરિફમાં રાહત મળશે. આયાત - નિકાસમાં ડ્યુટી ન લાગતા ઉત્પાદિત માલ અને આયાત કરેલા માલની કિંમતમાં  ઘટાડો થતા વેપાર વૃદ્ધિની આશા વ્યક્ત કરી રહ્યા છે.મંદીમાં સપડાયેલા ઉદ્યોગો માટે આ હસ્તાક્ષર યુરોપના દેશોમાં વેપાર વધારવા પ્રાણવાયું સમાન બની ગયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરની હાજરીમાં બંને દેશ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર હસ્તાક્ષર થયા હતા. આ કરારથી ભારતીય બ્રિટનમાં થતી 99 ટકા નિકાસ પર ટેરિફમાં રાહત મળશે. આનો અર્થ એ થયો કે ભારતીય બ્રિટનમાં મોકલવામાં આવતા માલ પરનો ટેક્સ નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવશે અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. ભારત આ ઉત્પાદનો પર ટેરિફ 15 ટકાથી ઘટાડીને 3 ટકા કરશે. આ કરારથી બંને દેશો વચ્ચે દર વર્ષે લગભગ 3 લાખ કરોડ રૂપિયાનો વેપાર વધી શકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.FTA જેને હિન્દીમાં 'મુક્ત વેપાર કરારકહેવામાં આવે છે. એ બે કે તેથી વધુ દેશો વચ્ચેનો કરાર છેજેથી તેઓ સરળતાથી એકબીજા સાથે માલ અને સેવાઓનો વેપાર કરી શકે અને એના પર ઓછો કર (ડ્યૂટી) લાદી શકે અથવા બિલકુલ કર ( ટેક્સ ) ન લગાવી શકે.  આનાથી બંને દેશના ઉદ્યોગોને ફાયદો થાય છેકારણ કે તેમનો માલ સસ્તો થાય છેજેના કારણે લોકો વધુ ખરીદી કરે છે.આ સોદો ભારતીય નિકાસને વેગ આપશે અને રોજગારીનું સર્જન પણ કરશે.

નાણાકીય વર્ષ 24માં ભારતે યુકેમાં 12.9 બિલિયન ડોલર અથવા રૂપિયા 1.12 લાખ કરોડના માલની નિકાસ કરી હતી.યુરોપના વિકસિત બજારોમાં પ્રવેશ પણ વધશે જેને લઇ વ્યાપાર વધશે અને આયાત -નિકાસ વધતા ઉદ્યોગોની આર્થિક વૃદ્ધિમાં વધારો થવાની શક્યતા છે.

ભારત અને બ્રિટન વચ્ચે એફ.ટી.એ કરાર થતા ઉદ્યોગો માટે આ કરાર પ્રાણવાયુ બનશે. મંદી ની ચપેટમાં આવેલા ઉદ્યોગો વેપાર કરવા પ્રેરિત થશે. આયાત નિકાસમાં વધારો થવા સાથે ઉત્પાદિત માલ સસ્તો થઈ શકે છે. તેમજ અન્ય યુરોપિયન દેશો સાથે વ્યાપારી કરણમાં પણ ફાયદો થવાની સાથે દેશના અર્થતંત્ર માટે આવકારદાયક પગલું છે.