• દેશ
વધુ

    કર્ણાટક : કોલ્લાર જિલ્લાના કામ્માસાંદરા ગામમાં એશિયાનું સૌથી મોટું શિવલિંગ, મંદિર પણ શિવલિંગ આકારનું

    Must Read

    કાશ્મીરમાં ભાજપના ત્રણ નેતાઓને ગોળીઓ ધરબી દેતા આંતકવાદીઓ

    જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે...

    ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 987 નવા કેસ નોધાયા,1083 દર્દીઑ થયા સાજા

    ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 987 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં આજે વધુ 4 દર્દીઑના...

    કચ્છ : રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે સર્જાયો અકસ્માત,3 ના મોત

    કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગઅકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ...

    કર્ણાટકમાં કોલ્લાર જિલ્લાના કામ્માસાંદરા નામના ગામમાં ભગવાન ભોળાનાથનું ખૂબ જ વિશાળ શિવલિંગ સ્થાપિત છે. આ વિશાળ મંદિરને કોટિલિંગેશ્વર મંદિરના નામે ઓળખવામાં આવે છે. અહીં મંદિરનો આકાર જ શિવલિંગ સ્વરૂપનો છે. શિવલિંગ રૂપમાં આ મંદિરની ઊંચાઈ 108 ફૂટ છે. ભારત સરકારે આ મંદિરને એશિયાનું સૌથી ઊંચું શિવલિંગ ઘોષિત કર્યું છે.

    આ મંદિરનું નિર્માણ સ્વામી સાંભ શિવમૂર્તિ અને તેની પત્ની વી રૂક્મિણીએ 1980માં કરાવ્યું હતું. આ જ વર્ષે અહીં પહેલું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. શરૂઆતના દિવસોમાં પંચલિંગ સ્થાપિત કરવામાં આવ્યાં, પછી 101 શિવલિંગ અને ત્યાર પછી 1001 શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યાં. 1994માં રેકોર્ડ 108 ફૂટનું શિવલિંગ આ પરિસરમાં સ્થાપિત કરવામાં આવ્યું. સાથે જ એક વિશાળ અને લાંબી નંદીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.

    માન્યતા અનુસાર આ મંદિરમાં પૂજા કરવાથી મનુષ્યના બધા જ પાપ ધોવાઇ છે. એક માન્યતા એવી પણ છે કે જ્યારે ભગવાન ઇન્દ્રને ગૌતમ નામના એક ઋષિએ શ્રાપ આપ્યો હતો. ત્યારે તેમણે આ શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે કોટિલિંગેશ્વર મંદિરમાં શિવલિંગ સ્થાપિત કર્યું હતું. શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે દેવરાજ ઇન્દ્રએ શિવલિંગનો અભિષેક કર્યો હતો.

    આ મંદિર પરિસરમાં કોટિલિંગેશ્વરના મુખ્ય મંદિર સિવાય 11 મંદિર અન્ય પણ છે, જેમાં બ્રહ્માજી, વિષ્ણુજી, અન્નપૂર્ણેશ્વરી દેવી, વેંકટરમાની સ્વામી, પાંડુરંગા સ્વામી, પંચમુખ ગણપતિ, રામ-લક્ષ્મણ-સીતાના મંદિર મુખ્ય રૂપથી વિરાજમાન છે.

    આ વિશાળ શિવલિંગ સામે નંદી ભવ્ય અને વિશાળ રૂપમાં દર્શન આપે છે. નંદીની આ મૂર્તિ 35 ફૂટ ઊંચી, 60 ફૂટ લાંબી, 40 ફૂટ પહોળી છે, જે 4 ફૂટ ઊંચા અને 40 ફૂટ પહોળા ચબૂતરા ઉપર સ્થાપિત છે. આ વિશાળ શિવલિંગની ચારેય બાજુ દેવી માતા, શ્રી ગણેશ, શ્રી કુમારસ્વામી અને નંદી મહારાજની પ્રતિમાઓ સ્થાપિત છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    કાશ્મીરમાં ભાજપના ત્રણ નેતાઓને ગોળીઓ ધરબી દેતા આંતકવાદીઓ

    જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓએ ભાજપના ત્રણ કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી છે. જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે...

    ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 987 નવા કેસ નોધાયા,1083 દર્દીઑ થયા સાજા

    ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના વધુ 987 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં આજે વધુ 4 દર્દીઑના મોત થયા છે. જ્યારે 1083...

    કચ્છ : રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે સર્જાયો અકસ્માત,3 ના મોત

    કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલાસવા નજીક એસટી બસ અને જીપ વચ્ચે ગઅકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા...
    video

    અરવલ્લી : ગણિતના પાઠ ઢીંગલી ભણાવશે, મોડાસાના શિક્ષકો દ્વારા ગણિત શીખવવા ઢીંગલી બનાવાઇ

    અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં ટીંટોઇ ક્લસ્ટરના શિક્ષકો દ્વારા પ્રાથમિક શાળાના પટાંગણમાં ગણિત શિખવતી 5 ફૂટ લાંબી ઢીંગલીનું સર્જન કરવામાં આવ્યું છે.
    video

    અંકલેશ્વર : પોલીસ વિભાગમાં મૃત્યુ પામનાર પોલીસકર્મીના પરિવારના કલ્યાણ અર્થે ભંડોળ એકત્ર કરાયું

    ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં સ્થાનિક પોલીસકર્મીઓએ વિવિધ સ્થળે પોલીસ શહીદ દિવસની ઉજવણીના ભાગરૂપે પોલીસ ફ્લેગનું વિતરણ કરી તેમાથી મળેલ રકમનું ભંડોળ એકત્ર...

    More Articles Like This

    - Advertisement -