Connect Gujarat
ગુજરાત

કાલોલ:CM ચૂંટણી પ્રચાર સભાના મંચ ઉપર હાજર રહેતા ઉમેદવારને ચુંટની પંચનો ૧,૪૬,૬૪૫નો ચાંલ્લો

કાલોલ:CM ચૂંટણી પ્રચાર સભાના મંચ ઉપર હાજર રહેતા ઉમેદવારને ચુંટની પંચનો ૧,૪૬,૬૪૫નો ચાંલ્લો
X

કાલોલમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ચૂંટણી પ્રચાર સભાના મંચ ઉપર હાજર રહેવામાં પંચમહાલ લોકસભા બેઠકના ભા.જ.પ.ના ઉમેદવાર રતનસિંહ રાઠોડને સભા ખર્ચના ₹૧,૪૬,૬૪૫ નો ચાંલ્લો પોતાના ખર્ચ રજીસ્ટરમાં સમાવેશ કરવાનો આદેશ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી.

કાલોલ ખાતે ગત ૫મી એપ્રિલના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભા.જ.પ.ચૂંટણી પ્રચાર સભાના સ્ટેજ ઉપર હરખભેર સ્થાન લેનાર પંચમહાલ લોકસભા બેઠકના ભા.જ.પ.ના ઉમેદવાર રતનસિંહ રાઠોડને આ સભાના ₹ ૧,૪૬,૬૪૫/- ખર્ચનો ચાંલ્લો પોતાના ચૂંટણી ખર્ચના રજીસ્ટરમાં સામેલ કરવાની સૂચનાઓ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલ નોટીસ ના મુદ્દા નંબર ૨ માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કાલોલ સ્થિત મધુબા પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભા.જ.પ.ચૂંટણી પ્રચાર સભાના મંચ ઉપર પંચમહાલ લોકસભા બેઠકના ભા.જ.પ.ના ઉમેદવાર રતનસિંહ રાઠોડની હાજરી સંદર્ભમાં કનેક્ટ ગુજરાત ટીમે તસ્વીર સાથે સમાચાર લખી આ સભાનો ખર્ચ ઉમેદવારે ભોગવવાનો રહેશે.આ સંદર્ભે અહેવાલ પ્રકાશિત કર્યો હતો.પરંતુ પંચમહાલ લોકસભા બેઠકના ભા.જ.પ.ના ઉમેદવાર રતનસિંહ રાઠોડ દ્વારા ચૂંટણી ખર્ચના દૈનિક રજીસ્ટરમાં ઉધારવામાં આવ્યો ન હતો. પરંતુ ચૂંટણી અધિકારી દ્વારા શેડો રજીસ્ટરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ ભા.જ.પ.ચૂંટણી પ્રચાર સભાના એક એક પાઈનો ખર્ચાઓ સરવાળા સાથે તૈયાર રાખવામાં આવ્યા હતા.

તા.૧૩ મી એપ્રિલના રોજ પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રથમ તબક્કાઓ ખર્ચાઓના હિસાબ કિતાબના રજીસ્ટરોની ચકાસણીના અંતે આ બેઠકના ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલે પંચમહાલ લોકસભા બેઠકના ભા.જ.પ.ના ઉમેદવાર રતનસિંહ રાઠોડનએ આપેલ નોટીસમાં કાલોલ સ્થિત મધુબા પાર્ટી પ્લોટની તા.૫મી એપ્રિલના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ચૂંટણી પ્રચાર સભાનો ₹ ૧,૪૬,૬૪૫/- ખર્ચને તેઓના રજીસ્ટરમાં દર્શાવવાનો આદેશ આપતા ચૂંટણી એજન્ટ દ્વારા દૈનિક રજીસ્ટરમાં સામેલ કરવાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ટૂંકમાં પંચમહાલ લોકસભા બેઠકના ભા.જ.પ.ના ઉમેદવાર રતનસિંહ રાઠોડને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રચાર સભાના સ્ટેજ ઉપર હાજર રહેવા માટે ₹ ૧,૪૬,૬૪૫/- ચાંલ્લો ખુદ પોતાના દૈનિક રજીસ્ટરના ખર્ચામાં સામેલ કરવો પડ્યો હોવાની ભા.જ.પ.કાર્યકરોની હાસ્યવૃત્તિઓની ચર્ચાઓમાં સાંભળવા મળ્યું હતું.

Next Story