/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/01163005/bb.jpg)
છ દર્દીઓને મોતીયાના ઓપરેશન અર્થે સેવા રૂરલ ઝગડીયામાં ખસેડાયા
આમોદના કોલવણા ગામે મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો
હતો. આસપાસના ગામના ૩૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો. છ દર્દીઓને મોતીયાનું ઓપરેશન
કરવા સેવા રૂરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આમોદના કોલવણા ગામે સાર્વજનિક હોસ્પિટલ-નબીપુર,કોલવણા ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને સેવા રૂરલ ઝઘડીયા ના સયુંકત
ઉપક્રમે મફત નેત્ર નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આંખના નિષ્ણાંત ડૉક્ટર
અંકુશ ખુરાનાએ આંખના દર્દીઓની તપાસ કરી હતી.કેમ્પનો લાભ આસપાસના ગામના ૩૦૦ થી વધુ
લોકોએ લીધો હતો.૧૭૮ લોકોને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.જ્યારે અનેક દર્દીઓને
દવાઓ આપવામાં આવી હતી.તપાસ દરમિયાન પાકી ગયેલા મોતીયાના ઓપરેશન અર્થે છ દર્દીઓને
શ્રી કસ્તુરબા હોસ્પિટલ સેવા રૂરલ ઝઘડીયા ખાતે લઇ જવામાં આવ્યા હતા.
મફત નિદાન કેમ્પમાં સાર્વજનિક હોસ્પીટલ નબીપુર સાથે
સંકળાયેલા દરબાર વાડીવાલા,મહમ્મદ દેમાં,ઈબ્રાહીમ લોલા, યુસુફ બંગલાવાલા,યાકુબ હાજી,સેવા રૂરલના કૉ- ઓર્ડીનેટર
વિક્રમભાઈ, કોલવણાના અગ્રણીઓ હારુનભાઈ,બાબુભાઈ માસ્તર,સાજીદ માસ્તર,ઇકબાલભાઈ હોલિયા સહિતનો સપોર્ટિંગ સ્ટાફે ખરે પગે સેવા આપી હતી.ત્રણેય
સંસ્થાઓના પ્રયાસથી કેમ્પ સફળ રહ્યો હતો.આંખ નિદાન કેમ્પ યોજવા બદલ ગામ લોકોએ સામાજિક
સંસ્થાઓનો ખાસ આભાર માન્યો હતો.