ખાતર કૌભાંડ પહોચ્યું નવસારી, ખાતર પર વેચાણ થયું બંધ

New Update
ખાતર કૌભાંડ પહોચ્યું નવસારી, ખાતર પર વેચાણ થયું બંધ

GSFC સરદાર DAP ખાતર વિવાદ મામલો

નવસારીમાં નાયબ ખેતી નિયામક વિસ્તરણ દ્વારા ડેપો ચેકીંગ હાથ ધરાયુ

DAP ખાતર ની બેગો માંથી 300 થી 400 ગ્રામ ઓછું ખાતર મળી આવતા વેચાણ કરાયું બંધ

યોગ્ય સમયે ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી

રાજ્ય ભરમાં DDAP ખાતરના ઓછુ ખાતર મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે નવસારી જિલ્લો પણ બાક્ત રહ્યો નથી. નવસારી અને ડાંગ જિલ્લા મળી ને કુલ ૩૭૪ જેટલા વેચાણ સ્થળો આવેલા છે. જેમાં નાયબ ખેતી નિયામક દ્વાર ટીમ બનાવી તમામ ડેપો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં દરેક બેગમાં ૩૦૦ થી ૪૦૦ ગ્રામ ઓછુ ખાતર જોવા મળતા હાલપુરતું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. તો બીજી બાજુ ખાતરનું વેચાણ બંધ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. નવસારી જિલ્લામાં હાલમાં ખેડૂતો ચોમાસું ડાંગર અને શેરડીની તૈયારીઓ કરે છે. આજ સમય દરમિયાન સૌથી વધુ ખાતરની જરૂરીયાત પડે છે. એવા સમયએ ખાતર બંધ થઈ જતા ખેડૂતોએ રાતા પાણીએ હોવાનો વારો આવ્યો છે.

Latest Stories