ખેડા : નડિયાદ- ડાકોર ઉપર આવેલ સલૂણ ઓવરબ્રિજ ઉપર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

New Update
ખેડા : નડિયાદ- ડાકોર ઉપર આવેલ સલૂણ ઓવરબ્રિજ ઉપર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત

ગુજરાત સરકાર દ્રારા વાહનનો દંડ ઓછો કરતા વધી રહિયા છે અકસ્માતો ખેડા જિલ્લામાં અગાઉ પણ લક્ઝરી અને સ્વીફ્ટ ગાડીનો અકસ્માત સર્જાયો હતો અને એમાં 4લોકોનો જીવ ગુમાવવો પડ્યો હતો. ત્યાર બાદ એસટી બસ અને ક્રેનનો અકસ્માત સર્જાયો હતો. ત્યારે પણ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આવી વારંવાર અકસ્માતનો હવે વધી રહિયા છે.

ત્યારે આજ રોજ નડિયાદ- ડાકોર રોડ ઉપર આવેલ સલૂણ ઓવરબ્રિજ ઉપર ટ્રક રિવર્સ લેતા પાછળ આવતી લક્ઝરી સાથે અકસ્માત સર્જાયો હતો. જેને લઈને નડિયાદ લગ્ન માંથી પરત ફરતી વખતે અકસ્માતના સમાચાર મળતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. નડીયાદ રૂરલ પોલીસને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે પહોંચી જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.