New Update
અંકલેશ્વરના જુના દીવા ગામનો બનાવ
ગામના તળાવમાં સેંકડો માછલીના મોત
આમલાખાડીનું પ્રદુષિત પાણી ભળ્યુ હોવાના આક્ષેપ
વરસાદી પાણી સાથે પ્રદુષિત પાણી ફરી વળ્યું
ખેતીના પાકમાં પણ નુકશાનના આક્ષેપ
અંકલેશ્વર શહેરને અડીને આવેલા જૂના દીવા ગામે આવેલ તળાવમાં આમલાખાડીનું પ્રદુષિત પાણી ભળતા સેંકડો માછલીના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો છે. અંકલેશ્વર શહેરને અડીને આવેલા જૂના દીવા ગામે હજારો જળચરોના મોત નીપજયા હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જુનાદિવા ગામે આવેલ તળાવ નજીકથી આમલાખાડી પસાર થાય છે. છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદના પગલે આમલા ખાડીનું પાણી વરસાદી કાંસમાં થઈ તળાવમાં ભળ્યુ હતું.ખાડીનું પ્રદૂષિત પાણી તળાવમાં ભળતા જળચરોના મોત નીપજ્યા હતા.
આ તરફ આ જ પાણી આસપાસના ખેતરોમાં પણ ફરી વળતા ઉભા પાકને નુકસાનની ભીંતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે આમલાખાડીમાં અંકલેશ્વરના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી આવે છે અને આ જ પાણી ગામના તળાવમાં ભળતા હજારો માછલીઓના મોત નિપજ્યા છે. તો બીજી તરફ તેમના ખેતરમાં શાકભાજી અને શેરડી સહિતના પાકોને પણ નુકસાન પહોંચ્યું છે ત્યારે જીપીસીબી આ મામલે કાર્યવાહી કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
Latest Stories