ભરૂચ: વાગરાના કડોદરા ગામે કોંગ્રેસે કરી જનતા રેડ, મનરેગા કૌભાંડને ઉજાગર કર્યાનો દાવો

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડું હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસની જનતા રેડ

  • વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરાય

  • વધુ એક મનરેગા કૌભાંડ ઉજાગર કરાયાનો દાવો

  • ખોટા જોબ કાર્ડ બનાવી મજૂરી ચૂકવાઈ હોવાનો આરોપ

  • ઉચ્ચકક્ષાએ રજુઆત કરવા તજવીજ

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે વાગરાના કડોદરા ગામે જનતા રેડ કરી વધુ એક મનરેગા કૌભાંડ પકડું હોવાનો દાવો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભરૂચના વાગરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા  કડોદરા ગામે જનતા રેડ કરાઈ હતી. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, પંચાયતના સભ્યો અને ગ્રામજનો સાથે મંગળવારે જનતા રેડ કરી હતી. જેમાં કડોદરા પંચાયત ભવન ખાતે મનરેગા યોજનાના કામોમાં JCB અને મશીનરીથી કામગીરી કરી, મજૂરોના નામે ફર્જી પેમેન્ટ બતાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયા. 
બિલો ઓવરએસ્ટીમેટ કરી, ગ્રામ્ય તંત્રના તાંત્રિક અધિકારીઓ અને આયોજકોએ મંજુરી આપી હોવાનો આરોપ લગાવાયો હતો. આ અંગે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે મનરેગા જેવી મજુરોની યોજનામાં ભ્રષ્ટાચારની સાંકળ તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી શકે છે. જો યોગ્ય તપાસ ન થાય તો ભવિષ્યમાં આક્રમક આંદોલન થશે.કોંગ્રેસે આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી, વિજિલન્સ અને કલેકટરને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી છે. 
Latest Stories