ગીર સોમનાથઃ 98 હજારની જૂની ચલણી નોટો સાથે ત્રણ શખ્સો ઝડપાયા

New Update
ગીર સોમનાથઃ 98 હજારની જૂની ચલણી નોટો સાથે ત્રણ શખ્સો ઝડપાયા

કેરીના બોક્સમાં બાંધીને બાઈક ઉપર લઈ જતા શખ્સો કરેડા પાટીયા પાસેથી પોલીસના હાથે ઝડપાયા

નોટબંધીને બે વર્ષ થવાના આરે છે. છતાં હજી ચલણમાંથી રદ કરવામાં આવેલી જૂની ચલણી નોટો બંધ થવાનું જાણે નામ નથી લેતી. અવાર નવાર લોકો પાસેથી મોટા પ્રમાણમાં જૂના ચલણી નોટો ઝડપાઈ રહી છે. આજરોજ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગુર સોમનાથ જિલ્લાનાં કોડીનારમાંથી 98 લાખ ઉપરાંતની જૂની ચલણી નોટો ઝડપાયી છે.

કોડીનારનાં કરેડા ગામના પાટીયા પાસેથી પોલીસે કેરીનાં બોક્સમાં ભરેલી જૂની ચલણી નોટો ઝડપી પાડીછે. રાત્રિના સમયે કેરીનાં બે બોક્સમાં ભરેલી નોટો સાથે બાઈક ઉપર જઈ રહેલા શખ્સો ઝડપાયા હતા. પોલીસે જૂની ચલણી નોટો સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. અને તેમની પાસેથી મળેલી નોટો કોની છે. ક્યાં લઈ જવાની હતી. અને આમાં કોઈ મોટું નેટવર્ક તો નથી ને ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Latest Stories