ગુજરાતમાં બીટકોઈન બ્રોકરે કરી આત્મહત્યા

New Update
ગુજરાતમાં બીટકોઈન બ્રોકરે કરી આત્મહત્યા

ગુજરાતમાં ફરી એક વખત બીટકોઇન પ્રકરણ ચર્ચામાં આવ્યું

બિટકોઇનનાં બ્રોકર તરીકે કામ કરતા વ્યક્તિએ ગત રવિવારની મોડી રાત્રે રાણીપ સ્થિત પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો

ગુજરાતમાં ફરી એક વખત બીટકોઇન પ્રકરણ ચર્ચામાં આવ્યું છે. બિટકોઇનનાં બ્રોકર તરીકે કામ કરતા વ્યક્તિએ ગત રવિવારની મોડી રાત્રે રાણીપ સ્થિત પોતાના ઘરે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેમની પાસેથી સુસાઇડ નોટ મળતા ડી.વાય.આએસ.પી ત્રાસ આપતા હોવાનું જાણવા મળ્યું હતું

ગુજરાતમાં બીટકોઈન મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. ત્યારે બીઆઇટી કોઈનમાં બ્રોકર તરીકે કામ કરતાં ભરતભાઈને ત્યના ડીવાયએસપી ચિરાગ ત્રાસ આપતા હોવાનું સામે આવતા.તેમણે આત્મહત્યા કરી હતી. તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી. જેમાં 11575 બિટકોઇનના હિસાબ મામલે Dy.SP ચિરાગ પટેલ (સવાણી) દ્વારા ત્રાસ અપાતો હોવાથી આત્મહત્યા કરી લીધાનો ઉલ્લેખ છે.

સ્યુસાઈટ નોટમાં લહયું હતું કે હું લખનાર પોતે ભરતકુમાર ભાખાભાઈ પટેલ મારા ત્યાં હરીશ સવાણી (મોન્ટુ) ગાંધીનગર મોબાઈલ નંબર 98***90 અને એમના નાના ભાઈ ચિરાગ સવાણી જે ડીવાયએસપી છે. મોબાઈલ નંબર 98***04 મારા ઘરે આવ્યા તા હું બીટકોઈનનું ટ્રેડિંગનું કામ કરતો હતો. તેમણે જે 5બીટકોઈન ટ્રેડિંગ કરવા આપેલ જે લોસ થતાં 5 બીટકોઈનનો 11575 બીટકોઈનનો હિસાબ માગે છે. મારા ઉપર આ બંને ભાઈઓનું બહુજ પ્રેશર છે. બીટકોઈન રિકવરીથી હું ખૂબ જ પરેશાન છું. મારું જીવવું હરામ થઈ ગયું છે. બાકી ચિરાગ સવાણી ડીવાએસપીએ પણ મને ઘરે આવી પુરા બીટકોઈ આપી દેવાની ધમકી આપેલ છે. હું આપઘાત કરવા મજબૂર બન્યો છું. મારા સ્યુસાઈડ પાછળ આ બંને ભાઈઓનું પ્રેશર જવાબદાર છે.

આ કામમાં મારું ફેમિલી નિર્દોષ છે. મારા ફેમિલીનો આમાં કોઈ હાથ નથી તે નિર્દોષ છે. એજ લિ. ભરતકુમાર ભીખાભાઈ પટેલ.જો કે આ મામલે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડતા ઝોન-2ડીસીપી ધર્મેન્દ્ર શર્મા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારને યોગ્ય તપાસની ખાતરી આપી હતી.ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કેઆ મામલે પીઆઇ કક્ષાના અધિકારી તપાસ કરશે અને સીધું તેમનું સુપરવિઝન રહેશે.FSLમાં સ્યુસાઇડ નોટ તપાસ માટે મોકલવામાં આવશે અને અક્ષર પણ એક્સપર્ટની મદદ ચકાસવામાં આવશે.ગુજરાતમા બીટકોઈન પર પ્રતિબંધ છે તેમ છતાં પણ પોલીસ અધિકારીની સંડોવણી સામે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.આમ ડીસીપીએ ખાતરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકર્યો હતો.

Latest Stories