Connect Gujarat
ગુજરાત

ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાના એંધાણ..!

ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાના એંધાણ..!
X

હવામાન વિભાગ દ્વારા ગુજરાત અને રાજસ્થાનમાં આજથી ત્રણ દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ પવનની ગતિ ૩૦ થી ૪૦ કિલોમીટરની પ્રતિકલાક ઝડપ રહેવાની શકયતા છે. જેની અસર અમરેલી, સાબરકાંઠા, અરવલ્લી, સૂરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં જોવા મળી શકે છે.

સર્કયુલેશન સિસ્ટમના કારણે ભેજના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળશે. ભારે પવન સાથે ધૂળની ડમરીઓની સાથે વરસાદની આગાહી છે. રાજ્યનાં હવામાન ખાતા તરફથી ગુજરાત રાજ્યમાં તાં. ૧૦,૧૧ અને ૧૨ મે ૨૦૧૯નાં દિવસો દરમિયાન વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવે છે જેથી આ ત્રણ દિવસો દરમિયાન પોતાના માલ મિલકતની તકેદારી રાખવા સલાહ આપવામાં આવે છે.

વાતાવરણ પલટાને કારણે લોકોને ગરમીમાં આશિંક રાહત મળશે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેથી વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતાઓ છે. ૭૨ કલાક બાદ ફરીથી ગરમીમાં વધારો થઈ શકે છે.

Next Story