Connect Gujarat
ગુજરાત

ગોધરા શહેરના વિવિધ માર્ગો ઉપર રેપિડ એક્શન ફોર્સ તથા સ્થાનિક પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો,

ગોધરા શહેરના વિવિધ માર્ગો ઉપર રેપિડ એક્શન ફોર્સ તથા સ્થાનિક પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો,
X

ગોધરા શહેરના વિવિધ માર્ગો ઉપર રેપિડ એક્શન ફોર્સ તથા સ્થાનિક પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

ગોધરા શહેરના પોલીસ અધિકારી, કર્મચારી તથા આર.એ.એફ.ના જવાનો સાથે સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

આગામી દિવાળી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ગોધરા શહેર તેમજ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સ્થાનિક પોલીસ સાથે રેપિડ એક્શન ફોર્સના જવાનો દ્વારા શહેરમા ફલેગમાર્ચ યોજવામાં આવી હતી. તે ફ્લેગ માર્ચનુ પ્રસ્થાન ગોધરા ટાઉન બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરવામાં આવી હતી અને બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ સ્થળો ઉપર ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.જેમાં ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસ અધિકારી સહિત પોલીસના કર્મચારીઓ જોડાયા હતા.ગોધરાના જુદા જુદા વિસ્તારના માર્ગો પર આ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.

Next Story