New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/bjp-flag-story_647_020817011424.jpg)
યુપીના ગોરખપુરમાં BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યોગી આદિત્યનાથના રોડ શો પહેલા સ્થાનિક પ્રશાસનના લોકોએ ભાજપના ઝંડા અને પોસ્ટર ઉતારી દીધા હતા.
જાણવા મળ્યા મુજબ ભાજપના બે કાર્યકર્તા રેલીમાં આગળ રહેવા માટે એક બીજા સાથે ઝઘડી પડયા હતા, તેમજ સરકારી મિલકતો અને સરકારી ભવનો પર ભાજપના ઝંડાઓ તેમજ નરેન્દ્ર મોદી અને નેતાઓના પોસ્ટર લગાવામાં આવ્યા હતા,અને જયારે પોલીસ તેને હટાવવા ગયા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.
યુપીમાં ચૂંટણીના છઠ્ઠા ચરણનો છેલ્લો દિવસ છે.જેમાં ગોરખપુરના સાસંદ યોગી આદિનાથ પાંચ કિલોમીટર સુધી રોડ શો કરશે,અને ભાજપના નેતા ઉમા ભારતી બલિયા અને કુશીનગરમાં રેલીનું પ્રચાર કરશે.
બીજી તરફ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ 3 જનસભાઓ સંબોધશે , જેમાં 2 મહારાજગંજ અને એક પીએમના સંસદીય ક્ષ્રેત્ર વારાણસીમાં કરશે.
Related Articles
Latest Stories