Connect Gujarat
ગુજરાત

છ મહિના પછી ગુરૂવારે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ

છ મહિના પછી ગુરૂવારે ખુલ્યા કેદારનાથ મંદિરના કપાટ
X

દર્શન કરવા ઉમટ્યા શ્રદ્ધાળુઓ

બદ્રીનાથ-કેદારનાથ ધામ માટે હવે હેલિકોપ્ટર સેવા શરૂ

ભૈરવનાથ મંદિરના રસ્તામાંથી બરફ હટાવાયો

ચાર ધામની યાત્રા મંગળવારથી શરૂ થઈ છે. ગુરુવારે વહેલી સવારે કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલ્યા છે. હજારો શ્રદ્ધાળુઓ બાબા કેદરાનાથના દર્શન કરવા પહોંચી ગયા છે. કેદારનાથ મંદિરનાં કપાટ ખૂલવાની તારીખ અને સમય મહાશિવરાત્રીએ નક્કી થાય છે. ઉખામીટના ઓમકારેશ્વર મંદિરના પૂજારી પંચાંગ મુજબ મૂર્હુત નક્કી કરે છે. આ વખતે ૯ મેના રોજ સવારે 5:35 અને 5:42 વાગ્યા દરમિયાન કેદારનાથ ધામના કપાટ ખૂલ્યા હતા.ભક્તોના જયજયકાર વચ્ચે અહીં ઉત્સવનો માહોલ જોવા મળ્યો. જંગલચટ્ટી, ભીમબલી, લિનચોલી થઈને મોડી સાંજે પાલખી કેદારનાથ ધામ પહોંચી હતી. રસ્તામાં ભક્તોએ પાલખીનું ફૂલ-હારથી સ્વાગત કર્યુ હતું. મંદિર પરિસરમાં હાલ ૪-૫ ફૂટ બરફ જામેલો છે. ભક્તોને મુશ્કેલી ના પડે એટલે રસ્તાને સાફ કરી દેવાયો છે.

કેદારનાથ યાત્રા પગપાળા માર્ગનાં ૪ સ્થળોએ ૨૦ ફૂટથી વધુ બરફ કાપવાથી હિમસ્ખલનનું જોખમ છે. જિલ્લાધિકારી મંગેશ ધિલ્ડિયાલે કહ્યું કે અહીં સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. ભૈરવનાથ મંદિરના રસ્તામાંથી બરફ હટાવાયો છે. મેડિકલ સુવિધા માટે ૧૫ સભ્યની ટીમ મોકલાઈ છે. બદ્રીનાથ-કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાના વિસ્તરણને પડકારતી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. તેનાથી હવે હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની પ્રક્રિયાને મંજૂરી મળી ગઈ છે. રાજ્ય સરકાર તરફથી મંદાકિની ખીણથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવા માટે પહેલ કરાઈ હતી.

Next Story