જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લાના ગુલ વિસ્તારમા જવાનોએ  બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. સ્થાનિક પોલીસ તેમજ 58રાજસ્થાન રાયફલ અને નવ પેરામિલિટરી ફોર્સના એક સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન બે આતંકવાદીને ઝડપી લેવાયા હતા. તેમની પાસેથી મોટા પ્રમાણમા દારૂ-ગોળા અને હથિયારો જપ્ત કરાયા છે.

લશ્કરના જવાનોને તેમના સૂત્રો પાસેથી ગુલ વિસ્તારમા સંદિગ્ધ પ્રવૃત્તિ થતી હોવાની સૂચના મળ્યા બાદ સોમવારે આશરે 3.30 વાગ્યે પોલીસ અને જવાનોનાં સંયુક્ત અભિયાનમાં બે આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયા બાદ પ્રેસ કોન્ફરન્સમા બંનેની ઓળખ જાહેર કરવામાં આવી હતી.

પકડાયેલા આતંકવાદીઓમાં શૌકત અહમત શેખનો પુત્ર ગુલાબ નબી શેખ છે. જે પુલવામાનાં અવંતીપુરાના ચારસૂનો રહેવાસી છે. જ્યારે બીજો આતંકી દવીલ મુહિઉદ્દીન દાર છે. જે કુલગામના માલિપુરાનો રહેવાસી છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બંને આતંકવાદીઓ લશ્કર એ તોયબા સાથે સંકળાયેલા છે.

LEAVE A REPLY