/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/18105115/maxresdefault-210.jpg)
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે
જસ્ટિસ બોબડેને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ અપાવ્યા. 17 નવેમ્બરના રોજ
નિવૃત્ત થયેલા પૂર્વ સીજેઆઇ રંજન ગોગોઇએ ન્યાયાધીશ બોબડેના નામની ભલામણ સીજેઆઈ
માટે કરી હતી.
જસ્ટિસ શરદ અરવિંદ બોબડે
(એસએ બોબડે) એ ભારતના 47માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામનાથ
કોવિંદે જસ્ટિસ બોબડેને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ અપાવ્યા. 17 નવેમ્બરના
રોજ નિવૃત્ત થયેલા ભૂતપૂર્વ સીજેઆઇ રંજન ગોગોઇએ ન્યાયાધીશ બોબડેના નામની ભલામણ
સીજેઆઈ માટે કરી હતી.
ન્યાયાધીશ બોબડે 18 મહિના
સુધી મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપશે. તે 23 એપ્રિલ 2021 ના રોજ નિવૃત્ત થશે.
તાજેતરમાં આવેલા અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદના ચુકાદાની
સુનાવણીવાળી બેંચમાં ન્યાયમૂર્તિ બોબડે પણ સામેલ હતા.
સીજેઆઈ તરીકે ન્યાયાધીશ એસ. એ. બોબડે પાસે ઘણા મોટા નિર્ણયો આવશે, જેનો તેમણે ફેંસલો કરવો પડશે. હાલમાં જ અયોધ્યા વિવાદ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ મુસ્લિમ પક્ષ દ્વારા તેના પર સમીક્ષા અરજી દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, સબરીમાલા વિવાદને હવે ઉચ્ચ બેંચ સમક્ષ મોકલવામાં આવ્યો છે, એવામાં તેઓ સીજેઆઈ તરીકે આ બેંચનો ભાગ હશે.
જસ્ટિસ બોબડે કોણ છે?
જસ્ટિસ બોબડેનો જન્મ 24
એપ્રિલ 1956 ના રોજ નાગપુરમાં થયો હતો. તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદામાં
સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેઓ 1978 માં બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રમાં નોંધાયા
હતા અને 1998માં સિનિયર એડવોકેટ તરીકે નામાંકિત થયા હતા.
29 માર્ચ 2000 ના રોજ
તેમને બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને 16
ઓક્ટોબર 2012ના રોજ મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યા હતા, સુપ્રિમ
કોર્ટમાં તેઓને 12 એપ્રિલ, 2013 ના રોજ જજ બનાવવામાં
આવ્યા.
તમને જણાવી દઈએ કે જસ્ટિસ
રંજન ગોગોઈને 3 ઓક્ટોબર 2018 ના રોજ મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા અને તેઓ
રવિવારે નિવૃત્ત થયા હતા.