New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/sridevi-in-jule.png)
વર્ષ 1975માં આવેલી ફિલ્મ ‘જુલી’માં જુલીની નાની બહેન યાદ છે? ‘જુલી’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે જોવા મળેલ છોકરી કોઇ અન્ય નહી પણ જેની ભારતની પ્રથમ મહિલા સુપરસ્ટાર તરીકે ગણના થાય છે તે શ્રીદેવી છે.
‘જુલી’ ફિલ્મ તમે ઘણીવાર જોઇ હશે. પરંતુ આ બાબત પર ધ્યાન નહી ગયું હોય કે જુલીની બહેન બનેલી નાનકડી છોકરી એ બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવી છે.
મોટી આકર્ષક આંખો ધરાવતી શ્રીદેવીએ પોતાની કારકિર્દીની શરૂઆત માત્ર ચાર વર્ષની ઉંમરે તમિલ ફિલ્મથી કરી હતી અને બોલિવૂડમાં તેની પ્રથમ ફિલ્મ ‘જુલી’ હતી. ત્યારબાદ મુખ્ય અભિનેત્રી તરીકે તે ફિલ્મ ‘સોલવા સાવન’માં ચમકી હતી.
વર્ષ 1983માં આવેલી ફિલ્મ ‘હિંમતવાલા’થી શ્રીદેવી ખૂબ જ જાણીતી થઇ ગઇ હતી અને ત્યારબાદની ફિલ્મોએ તેને સુપરસ્ટારની કેટેગરીમાં લાવીને મૂકી દીધી હતી.
Latest Stories