New Update
/connect-gujarat/media/media_files/2025/08/14/screenshot-126-2025-08-14-17-50-35.png)
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
નગરપાલિકા દ્વારા આયોજન કરાયું
તિરંગા યાત્રાનું આયોજન
મોટી સંખ્યામાં નગરજનો જોડાયા
દેશભક્તિના રંગ જોવા મળ્યા
અંકલેશ્વર નગર પાલિકા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા
સ્વતંત્રતા દિવસની ઉજવણી પૂર્વે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા આજે શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત, નગર પાલિકા પ્રમુખ લલિતા બેન રાજપુરોહિત, કારોબારી ચેરમેન નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેસવલ કોલડીયા, નગર પાલિકા સભ્યો, ભાજપના હોદેદારો, આગેવાનો, પોલીસ અધિકારીઓ અને જવાનો, શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગર પાલિકા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.યાત્રા દરમિયાન ભાગ લેનારોએ હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવ્યા હતા. સમગ્ર માર્ગ દેશપ્રેમના ઉલ્લાસથી ગુંજી ઉઠ્યો હતો. તિરંગા યાત્રાએ શહેરમાં દેશપ્રેમનો માહોલ સર્જી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
Latest Stories