New Update
અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવાયું
ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રજુઆત
વીજ કંપનીના અધિકારીની દાદાગીરીના આક્ષેપ
યોગ્ય પગલાં ભરવા કરાય માંગ
ટ્રસ્ટના આગેવાનો જોડાયા
શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા ડી.જી.વી.સી.એલના જુનિયર એન્જીનીયરની દાદાગીરી વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું.
અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે શ્રી ગણપતિ ચેરીટેબલ ટ્રસ્ટ અંકલેશ્વરના પ્રતીક કાયસ્થ,સુરેશ પટેલ સહિતના સભ્યોએ એક આવેદન પત્ર પાઠવાયું હતું.જેમાં જણાવ્યા અનુસાર ગણેશ મંડળો વતી ગણેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડી.જી.વી.સી.એલ વીજ કંપની ખાતે રજુઆત કરવા ગયા હતા તે સમયે વીજ કંપનીના મુખ્ય અધિકારીને બદલે જુનિયર એન્જીનીયર હર્ષ પ્રજાપતિ વચ્ચે જવાબો આપતા જેઓને તમારી પાસે રજુઆત લઈને નથી આવ્યા તેમ કહેતા તેઓ દાદાગીરી પૂર્વક જવાબ આપી ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતાં ત્યારે આવા બેજવાબદાર અધિકારી સામે તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Latest Stories