/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/unnamed-13-1.jpg)
સુપર સ્ટાર સલમાન ખાન રિતેશ દેશમુખ અને નરગીસ ફખ્રીની આગામી ફિલ્મ બેન્જોનું ટ્રેલર જોઇને ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે ફિલ્મના કલાકારો રિતેશ દેશમુખ અને નરગીસ ફખ્રીના વખાણ કર્યા હતા.
અભિનેતાએ ટ્વિટરના માધ્યમથી ફિલ્મ અને તેના કલાકારોના વખાણ કરતા જણાવ્યું હતું કે ‘બેન્જો’નું ટ્રેલર જોયું, રિતેશ અને નરગીસે સરસ કામ કર્યું છે.
રવિ જાદવ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મુંબઇની ગલીઓમાં વાગતા બેન્જો અને અન્ય વાજીંત્રોની વાત કરવામાં આવી છે.
ફિલ્મની વાર્તા એક બેન્જો પ્લેયરની આસપાસ ફરે છે. જે બેન્જોની મદદથી સંગીતની દુનિયામાં કેવી રીતે પોતાનું સ્થાન બનાવે છે, આ દરમિયાન તે લંડનની એક ડીજેને મળે છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ટ્યુબલાઇટ’ના શૂટીંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સૌપ્રથમવાર ચીનની સુપરસ્ટાર એક્ટ્રેસ-ગાયિકા ઝૂ ઝૂ પણ જોવા મળશે.