/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/2000-note.jpg)
ભારતના ચલણમાંથી જ્યારથી રૂપિયા 500 અને 1000ની જુની નોટો બંધ થઈ છે ત્યારેથી વિવિધ અફવાઓ સહિત અનેક તર્કવિતર્ક સર્જાય રહ્યા છે. બીજી એક મુશ્કેલી એ છે કે લોકોને બેંકમાંથી પુરતા નાણા મળતા નથી ત્યાં કરડો રૂપિયાની નવા ચલણની નોટો બિનહિસાબી પકડાય રહી છે.
એક સમયે બેંકિંગ કામકાજ અર્થે બેંકમાં જાવ એટલે માત્ર ગણતરીની મિનિટોમાં કામ પુરી કરીને પરત આવી જવાતું હતુ પરંતુ એજ બેંકમાં વર્તમાન પરિસ્થિતિમાં ત્રણ કલાકના સમય વિતીગયા બાદ પણ રોકડ રૂપિયા મળતા નથી. જ્યારે નોતબંધિની વ્યાપક અસરમાં વિવિધ સ્થળો પરથી નવી કરન્સી સાથે લાખો કરોડો રૂપિયા ઝડપાય રહ્યા છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ રૂપિયા આવ્યા ક્યાંથી અને આયકર વિભાગ કે સંબંધિત એજન્સીને આ અંગેની ગંધ આવી ક્યાંથી?
બીજી તરફ જયારે રૂપિયા 2000ની નોટ માર્કેટમાં એટલે કે બેંકમાં અને બેંકમાંથી ગ્રાહકના હાથમાં આવી ત્યાર થી આ નોટને લઈને ભારે ચર્ચા થઇ રહી છે, કંઈક રહસ્ય નોટમાં છુપાયુ હોવાનું લોકો માની રહ્યા છે.
બેંકમાંથી જરૂર મુજબ રૂપિયા ન મળવા અને ATM મશીનો પણ બંધ છે તો કરોડો રૂપિયાના બરોબર વહીવટ બાદ સેટિંગ બાજો પોલીસ અને આયકર વિભાગના સકંજામાં સપડાય રહ્યા છે. એક ચર્ચા મુજબ રૂપિયા 2000ની નોટમાં નૈનો ચીપના ઉપયોગની ચર્ચા છે અને તેના લોકેશન થી આ વહીવટ કરેલું નાણું પકડાય રહ્યુ છે, તો નોટમાં રેડિયો એક્ટિવ ઇન્ક હોવાના કારણે બેનંબરી તત્વો કરોડો રૂપિયાની હેરાફેરી બહાર આવી રહી છે અને આવા તત્વો આયકર વિભાગ અને પોલીસના સાણસામાં સપડાયા હોવાનું પણ કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા બેંકોમાં પૂરતી કરન્સી પહોંચાડવામાં આવી રહી છે પરંતુ લોકોને તેઓની જરૂરિયાત મુજબ રૂપિયા મળતા નથી ત્યારે કરોડોનો વહીવટ બેંક અધિકારીઓની સાંઠગાંઠ થી જ પારપાડવામાં આવતો હોવાનું પણ કહેવાય છે. અને બેંકમાં થતા નાના મોટા દરેક ટ્રાન્જેક્શન પર બાજ નજર રાખવામાં આવી રહી છે જેથી બારોબાર થતા વહીવટોની પોલ ખુલ્લી પડી રહી છે.