/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/maxresdefault-2.jpg)
ભાદરવા સુદ ચૌદશ એટલે કે અનંત ચતુર્દશી. આજના દિવસે લોકો પોતાના ઘરે દસ દિવસ માટે સ્થાપિત કરેલા વિઘ્નહર્તાનું વિસર્જન કરતા હોય છે.
દસ દસ દિવસ સુધી ભક્તો પોતાના ઘરે સ્થાપન કરેલા શ્રીજીનું પૂજન અર્ચન કરે છે. ત્યારે આજે વિસર્જન કરતા પહેલાં પણ વિઘ્નહર્તાની એક આખરી પૂજા કરવામાં આવે છે.
શું છે આખરી પૂજાનૂ મહત્વ :-
શાસ્ત્રોકતમાં અનંત ચતુર્દશીના દિવસે ગણપતિના વિસર્જન પહેલાં આખરી પૂજા કરવાનો અનેરો મહિમા ગવાયો છે. આખરી પૂજા કરવા પાછળનું કારણ શાસ્ત્રોકતમાં જે રીત વર્ણવાયેલ છે.
તે કંઈક આ પ્રમાણે છે કે દસ દિવસ સુધી જે વિઘ્નહર્તાને આપણે આપણા ઘરે રાખ્યા હોય અને તેમની પૂજા અર્ચના કરી હોય તે વિઘ્નહર્તાનું નામ સ્મરણ, જપ, તપ ઈત્યાદી કરવામાં આવ્યું એ પૂજા ભક્તિને એક પ્રકારે અનુષ્ઠાન કહેવામાં આવે છે.
જે અંતર્ગત આ આખરી પૂજા કરીને ભક્તો ભારે હૈયે ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપે છે.