/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/05/49f216e1-7b37-45c4-b0be-c8b6b12e8499.jpg)
જાણીતી જાપાનીઝ ઓટોમેકર કંપની સુઝુકી મોટર કોર્પોરેશને તેનો ગુજરાતમાંનો પ્લાન્ટ આવતા વર્ષે ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ પ્લાન્ટનો કુલ ખર્ચ 18,500 કરોડ આંકવામાં આવી રહ્યો છે.
સુઝુકી મોટરનો આ ભારતમાં પોતાનો પ્રથમ સ્વતંત્ર ( ભાગીદારી વિનાનો) કાર પ્લાન્ટ છે. આ પ્લાન્ટ મારૂતિ સુઝિકિને વ્હિકલ્સ અને કોમ્પોનેન્ટસ સપ્લાય કરશે. જે તેનું સૌથી મોટું માર્કેટ છે.
સુઝુકી મોટરના ચેરમેન ઓસામુ સુઝુકીએ નાણાંમંત્રી અરૂણ જેટલી સાથેની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાંનો પ્લાન્ટ 2017માં શરૂ કરવાનું આયોજન છે.
પ્રથમ તબક્કામાં ગુજરાતના પ્લાન્ટ ખાતે વાર્ષિક 2,50,000 વ્હિકલ્સ બનાવવામાં આવશે. તેમજ તે માટેનું કાર્ય 2017થી શરૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ભારતની સૌથી મોટી ઓટોમેકર કંપની જે માર્કેટનો અડધો હિસ્સો કવર કરે છે તે મારૂતિ સુઝુકીમાં 56 ટકા હિસ્સો સુઝુકી મોટરનો છે.