સુરેન્દ્રનગર : બળેવા દોડાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત, જુઓ કેવી રીતે નક્કી થાય છે વરસાદનો વર્તારો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના દિવસે બળેવા દોડાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે.

New Update
  • લખતરના ગ્રામ્ય વિસ્તારમાં અનોખી પરંપરા આજેપણ યથાવત

  • કડુ ગામમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે બળેવા દોડાવવાની પરંપરા

  • ગામમાં 4 મહીનાના નામ પરથી 4 યુવાનોને બનાવાય છે બળેવા

  • માથા પર માટલી મુકી ગામ તળાવમાં ડૂબકી લગાવે છે બળેવા

  • માટલીમાં ભરાયેલા પાણીના આધારે નક્કી થતો વરસાદનો વર્તારો

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના દિવસે બળેવા દોડાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ સહિતના અન્ય ગામડાઓમાં રક્ષાબંધન એટલે કેબળેવના દિવસે બળેવા દોડાવવાની અનોખી પરંપરા રહેલી છે. જે હાલમાં મોટા ભાગે અનેક ગ્રામ્ય વિસ્તારમાં લુપ્ત થઇ ગઇ છે. જોકેલખતર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારની અંદર બળેવા દોડવવાનો ઉત્સવ આજે પણ અંકબંધ જોવા મળી રહ્યો છેત્યારે કડુ સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના દીવસે ગામના પાદરે બળેવા દોડાવવામા આવ્યા હતા. આ દિવસે સમસ્ત ગ્રામજનો ગામનાં તળાવે એકઠા થાય છેજ્યાં અષાઢશ્રાવણભાદરવો અને આસો આમ 4 મહીનાના નામ પરથી 4 યુવાનોને બળેવા બનાવવામાં આવે છે. 4 મહીનાના નામ પરથી 4 યુવાનોને તૈયાર કરી નક્કી કરેલ બળેવાના માથા ઉપર માટીની માટલી મુકી ગામના તળાવની અંદર 5 પ્રદક્ષિણા કરીને ડુબકી લગાવી કયા મહીનાની માટલીમાં પાણી વધુ આવ્યું અને કઇ માટલીમાં પાણી ઓછું આવ્યું તેના પરથી આવતા વર્ષમાં વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવે છે.

બળેવા તળાવમાં ડુબકી લગાવી પ્રદક્ષિણા ફરીને બહાર નીકળતા માટલીઓ ફોડવામાં આવે છે. જે માટલીઓમાંથી નીકળતી કાઠલીઓ લેવા ગ્રામજનોની પડાપડી જોવા મળે છે. જેમાં ગ્રામજનોના જણાવ્યા અનુસારઆ કાઠલીઓ અનાજના કોઠારમાં રાખવામાં આવે તો અનાજ બગડતું નથીઅને અનાજના ભંડાર ભરેલા રહે છે. ત્યારબાદ બળેવા બનેલા 4 યુવાનોની દોડની હરીફાઈ લગાવવામાં આવે છેજે હરીફાઈમાં પ્રથમ ક્રમાંકે આવે તે યુવાનને ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલ લાકડાનું હળ પુરસ્કારરૂપે આપવામાં આવે છે. કાર્યક્રમના અંતે ગ્રામજનોમાં સુખડીના પ્રસાદની વહેચણી કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કેશ્રાવણી પૂનમના દિવસે વર્ષોની પરંપરા મુજબ દોડાવવામાં આવતા બળેવાની પ્રથા ધીમેધીમે લુપ્ત થતી જોવા મળી રહી છેત્યારે લખતર તાલુકાના કડુ સહીતના ગ્રામ્ય વિસ્તારમાં આજે પણ બળેવા દોડાવવાની પરંપરા યથાવત જોવા મળી રહી છે.

Latest Stories