/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/Untitled-1-copy-4.png)
ઝઘડિયા પોલીસ મથક માટે ઝઘડિયા ચોકડી પર સરકાર દ્વારા ફાળવાયેલ જમીનો પર લારી ગલ્લા કેબિનોના દબાણને દુર કરવામાં આવ્યું છે. નોટીસ આપવા છતાં દબાણો દુર કરવામાં નહિ આવતાં ડીમોલેશનની કાર્યવાહી કરાઇ હતી.
ઝઘડીયામાં ગ્રામ પંચાયત દ્વારા કેટલાક વર્ષો પહેલા ઝઘડિયા પોલીસ મથક બનાવા માટે ઝઘડિયા ચોકડી પર વિજય ક્લબવાળી જગ્યા ફાળવવામાં આવેલી હતી. ગત માસે ડીએસપી પોલીસ મથક ઇન્સ્પેકશન માટે આવ્યાં હતાં. નિરીક્ષણ દરમિયાન પોલીસ લાઈનમાં જવા માટેના રસ્તા અને ફાળવાયેલ જમીનમાં મોટા પાયે લારી ગલ્લા અને કેબિનો મૂકી દબાણ કરવામાં આવ્યું હોવાનું તેમના ધ્યાને આવતા તેમણે દબાણો હટાવવા બાબતે સુચના આપી હતી. ઝઘડિયા પોલીસ દ્વારા લારી ગલ્લા કેબિનોનાં માલિકોને દબાણો દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.નોટિસ આપ્યા બાદ પણ કેટલાક લારી ગલ્લા કેબિનો નહિ હટાવવામાં આવતા આજરોજ ઝઘડિયા પોલીસ દ્વારા પૂરતા બંદોબસ્ત સાથે દબાણ હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. દબાણ હટાવાની કામગીરી દરમિયાન લોકોમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. હાઇડ્રા જેસીબી જેવી મશીનરી કામે લગાડી દબાણો હટાવાયા હતા અને પોલીસ મથક માટે ફાળવાયેલ જમીન પર થયેલ દબાણ ઉપરાંત ચોકડીથી ટાવર રોડ, બજાર, ડેપો, કોર્ટ ને જોડતા મુખ્ય રોડ પર ના દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.