/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/sddefault-16.jpg)
ટ્રાફિક સમસ્યા નિવારવા અને લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો
રાજકોટ શહેરમા ટ્રાફિકની સમસ્યા દિવસે અને દિવસે વિકટ બની રહી છે. ત્યારે રાજકોટ શહેર પોલિસ દ્વારા અવાર નવાર અવનવા પ્રયોગો હાથ ધરવામા આવે છે. જે અંતર્ગત લોકોની અંદર ટ્રાફિક નિયમનને લઈ જાગૃતિ આવે. તો સાથે જ લોકો ટ્રાફિક નિયમોની અમલવારી પણ કરતા થયા છે
ત્યારે રાજકોટ પોલિસ દ્વારા રક્ષાબંધન પર ટ્રાફિક નિયમનનો ભંગ કરનારને મહિલા પોલિસ દ્વારા રાખડી બાંધી નિયમો પાળવાનુ વચન લેવડાવવામા આવ્યુ હતુ. ત્યારે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોઈ તેથી ટ્રાફિક સમસ્યા નિવારવા અને લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને ગણપતિ દાદાએ રોક્યા હતા તો સાથે જ નિયમ ભંગ નહીં કરવાનું વચન મેળવ્યા બાદ મોદકની પ્રસાદી પણ આપવામા આવી હતી.
છેલ્લા પાંચ મહિનામા 44 હજારથી પણ વધુ લોકોને ઈ મેમો આપવામા આવ્યો. જે અંતર્ગત રાજકોટ પોલિસે 1 કરોડથી પણ વધુનો દંડ ટ્રાફિક નિયમનનો ભંગ કરનાર પાસેથી વસુલ્યો છે.