Top
Connect Gujarat

ડાંગ: ગ્રામજનોની પાણીની પ્યાસ બૂઝાવવા સાથે સૂચારૂ સંચાલનનો સંતોષ આપતી પાણી સમિતિ

ડાંગ: ગ્રામજનોની પાણીની પ્યાસ બૂઝાવવા સાથે સૂચારૂ સંચાલનનો સંતોષ આપતી પાણી સમિતિ
X

  • ભવાડી ગામના ઉપલા અને નીચલા ફળિયામાં પાણી સમિતિના સફળ સંચાલનને કારણે પાણીની કોઇ બૂમરાણ નથી- પંચાયત સભ્ય અશોકભાઇ મોકાશી
  • ગામના કૂવા અને બોરમાં બારેમાસ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહે છે- ગામ અગ્રણી મહેશભાઇ વળવી
  • ખાપરી નદીના પટમાં આવેલા બે ચેકડેમો દુરસ્ત કરવામાં આવે તો હજી વધુ પાણી સંગ્રહ કરી શકાય- નાવજ્યાભાઇ મોકાશી
  • ભવાડી ગામના બે ફળિયાના ૧૬૫ ઘરો,અને ૮૮૮ લોકોમા સંપ અને એકતા હોવાથી અહીં કુદરતની મ્હેર છે - પ્રગતિશીલ ખેડૂત જયેશભાઇ મોકાશી

ધોમધખતા ઉનાળામાં જ્યારે ચારેકોર પાણીની બૂમરાણ મચી છે, ત્યારે એક ગામની સ્થાનિક પાણી સમિતિનો સૂચારૂ વહિવટ સમગ્ર ગ્રામજનોને પૂરતુ પાણી પહોંચાડીને શાબાશી મેળવી રહી છે.

[gallery td_gallery_title_input="ડાંગ:ગ્રામજનોની પાણીની પ્યાસ બૂઝાવવા સાથે સૂચારૂ સંચાલનનો સંતોષ આપતી પાણી સમિતિ" td_select_gallery_slide="slide" size="large" ids="93839,93840,93841,93842,93843,93844,93845,93846,93847"]

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના સીમાડે આવેલા ભવાડી ગામના ૧૬૫ ઘરોના ૮૮૮ લોકોને દરરોજ પૂરતા જથ્થામાં સમયસર પાણી પહોંચાડીને પાણી સમિતિ તેનાં સેવાકાર્યની સાથે સાથે, જિલ્લાની અન્ય પાણી સમિતિના સંચાલકો માટે સેવાનો મૂક સંદેશ પણ પ્રસરાવી રહી છે.

ચિંચિનાગાંવઠા ગૃપ ગ્રામ પંચાયતના ભવાડી ગામના સભ્ય અશોકભાઇ ગોંદયાભાઇ મોકાશીના જણાવ્યા અનુસાર ખાપરી નદીની બાજુમાં પાંચ/છ વર્ષ અગાઉ સારવામાં આવેલા કૂવામાંથી ભવાડી ગામના ઉપલા ફળિયાના અંદાજીત ૧૩૦ જેટલા ઘરોને નળ વાટે નિયમિત પાણી પુરૂ પાડવામાં આવી રહ્નાં છે. ઘરદીઠ દર મહિને રૂ.૪૦/-નો ફાળો એકત્ર કરીને પાણી સમિતિ દ્વારા પાણી વિતરણનું સૂચારૂ આયોજન ગોઠવી, ગામની તરસ છીપાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગામના બોર અને કૂવામાં કુદરતી મહેર સાથે ભરપૂર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, તેમ જણાવતા અશોકભાઇ મોકાશીએ પાણી સમિતિનું સંચાલન ગામના જ રમેશભાઇ લક્ષુભાઇ ગોîડને સોîપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

ઉપલુ ફળિયુ અને નીચલુ ફળિયુ એમ બે ફળિયા ધરાવતા ભવાડી ગામના બંન્ને ફળિયામાં હાલમાં ૧ર થી ૧પ બોર ચાલુ હાલતમાં હોવા સાથે વાસ્મોની ઘર જાડાણ યોજના થકી, ગામમાં માથે બેડા મુકીને જતી સ્ત્રીઓના દ્રશ્યો ભાગ્યે જ જાવા મળે છે, તેવી સંતોષકારક સ્થિતિ સાથે હેન્ડપંપ ઉપર પણ ક્યારેય બેડાં લઇને પાણી માટે વલખાં મારતા પ્રજાજનો નજરે પડતા નથી જે ભવાડી ગામની પાણીની સાનુંકૂળ સ્થિતિનો ખ્યાલ આપે છે, તેમ પણ અશોકભાઇએ વધુમાં ઉમેર્યું હતું.

ભવાડી ગામના નીચલા ફળિયામાં અંદાજીત ૩૫ જેટલા ઘરો માટે બોર અને સોલાર પંપ સાથે ઘર જાડાણ યોજના અમલી બનાવીને, નીચલા ફળિયાને પણ પૂરતુ પાણી મળી રહે તેવુ આયોજન કરાયુ છે, તેમ ગામ અગ્રણી મહેશભાઇ વળવીએ જણાવ્યું હતું.

ઉપલા ફળિયાના ગ્રામીણજન નાવજ્યાભાઇ મોકાશીએ ગામમાં પીવાના પાણીની સ્થિતિ એકંદરે સંતોષકારક હોવાનું જણાવી, વપરાશી પાણી માટે પણ બોર અને ચેકડેમનો સહારો મળી રહે છે તેમ જણાવ્યું હતું. ગામના સીમાડે આવેલી ખાપરી નદીના પટમાં બનાવાયેલા બે ચેકડેમો કે જે દુરસ્ત કરી દેવામાં આવે તો હજી વધુ સુવિધા ઉપલબ્ધ થઇ શકે તેમ છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

ઉપલા ફળિયામાં અંદાજીત એકાદ એકર જેટલી જમીનમાં વર્ષભર ખેતી કરતા પ્રગતિશીલ મહિલા ખેડૂત ગીતાબેન મોકાશીએ તેમના લીલાછમ્મ ખેતરમાં, એક બોર અને સોલાર પેનલનાં સહારે, ધોમધખતા તાપમાં ઉનાળુ પાક ઉત્પાદન મેળવીને, સુવિધાઓના અભાવના રોદણાં રડતા લોકોને મૂક સંદેશ પાઠવ્યો છે.

મગ, મગફળી, ચોળી, સહિત ટીંડોળા, રીંગણ, આંબા/કાજુની કલમ, અને સફેદ મુસળીનું વાવેતર કરીને, પોતાના પરિવારનું પેટીયુ રળતા આ મહેનતકશ ખેડૂત ગીતાબેન મોકાશી, તેમના ખેતરમાં સારેલા રરપ ફૂટના બોર સાથે વીજ વિભાગની સોલાર પેનલ જાડીને ૩ બી.એચ.પી.ની સબમર્શીબલ પંપ/મોટર ઉતારી, દરરોજના ૬ થી ૮ કલાક પાણી મેળવીને, તેમના ખેતરની ફળદ્રૂપ જમીનની પ્યાસ બુઝાવવા સાથે ઉનાળુ પાકને ભરપૂર નીર સિંચિ રહ્નાં છે.

ઘરવપરાશના પાણી માટે તેમના ઘરે ૩૦૦ ફૂટના બોર સાથે પાણી સમિતિની પાણીની લાઇન મારફત ભરપૂર પાણી મેળવીને, તેમના ઘરપરિવાર અને ઢોરઢાંખરની તરસ પણ તેઓ સૂપેરે છીપાવતા હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.

ભવાડી ગામમાં એકતા અને સંપ સાથે ગામના દરેક લોકો સામુહિક કે વ્યક્તિગત કાર્યમાં હંમેશા એકજૂટ રહેતા હોય છે, જેને કારણે અહીં કુદરતની હંમેશા મ્હેર રહેવા પામી છે, તેમ અગ્રણી ખેડૂત જયેશભાઇ મોકાશીએ વાતનો તંતુ સાધતા જણાવ્યું હતું.

આમ, ઉનાળાની આ કાળઝાળ ગરમીના દિવસોમાં ચારેકોર જ્યારે પાણીની બૂમરાણ મચી રહી છે ત્યારે, ભવાડી ગામની આ પાણીદાર બીના, જેહનને ઠંડક પહોંચાડવા સાથે પાણી સમિતિના સૂચારૂ વ્યવસ્થાપનની પણ ગવાહી પુરી પાડે છે.

Next Story
Share it