Connect Gujarat
ગુજરાત

દહેજની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો

દહેજની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો
X

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ ઔદ્યોગિક વસાહત ખાતેની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પી.જે છેડા વિદ્યાલય ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ef047d36-84ff-447f-91e6-a7d8fe726fd2

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે યોજાયેલ આ કેમ્પનો વાગરા તાલુકાના 20 થી વધુ ગામના અંદાજિત 609 જેટલા જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.

d4471f7b-0482-451e-a82c-4590f5bc14c4

કેમ્પમાં 428 લોકોને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જયારે 72 લોકોની મોતિયાની સર્જરી કરવામાં આવી હતી.

1ddd8370-ed57-4b86-8c60-fb79499e5a96

નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું ઉદ્દઘાટન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સાઈડ પ્રેસિડન્ટ પી.કે.જૈન ને કર્યું હતુ. જયારે કેમ્પમાં કંપનીના પ્રતિનિધિઓ હેમરાજ પોલ, ડો.પરેન શાહ, ડો.વિનય શેઠ, રંજના કંડારી, ગામના પ્રતિષ્ઠિત નાગરિક નરેન્દ્રસિંહ રણા, શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધા ઉપસ્થિત રહ્યા હતા.

5d6fb40d-4c08-4f47-bba7-a752dc18adc4

Next Story